<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

માધવપુરથી વંદેભારત કોસ્‍ટલ સાયકલોથોનનું પ્રસ્‍થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ

સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીયલ સિકયોરીટી ફોર્સના ગ્રુપ કમાન્‍ડન્‍ટ હરેન્‍દ્ર નારાયણી, ડેપ્‍યુટી કમાન્‍ડર અર્ચિત ખેતા અને સંદિપ ચક્રવર્તી તથા સરપંચ ભનુભાઇની ઉપસ્‍થિતિમાં ફલેગ ઓફ કાર્યક્રમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૦પઃ તટીય વિસ્‍તારની સુરક્ષા વધુ મજબુત બને અને શિક્ષણ, આરોગ્‍ય સહિતની જનજાગળતિના હેતુ સાથે સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીયલ સિકયોરિટી ફોર્સ દ્વારા આયોજિત ‘વંદે માતરમ કોસ્‍ટલ સાયક્‍લોથોન-૨૦૨૬'નું માધવપુર ખાતે  ફલેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, સીઆઇએસએફ અમદાવાદના ગ્રુપ કમાન્‍ડન્‍ટ હરેન્‍દ્ર નારાયણ સહિતના મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્‍થિતિમાં વંદે માતરમ કોસ્‍ટલ સાયક્‍લોથોનને ઝંડી આપી પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે જણાવ્‍યું હતું કે ગુજરાતના દરિયાઈ સીમાની સુરક્ષા માટે સ્‍થાનિક નાગરિકોનો સહકાર અત્‍યંત જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે કોઈપણ શંકાસ્‍પદ હિલચાલ જણાય તો તાત્‍કાલિક પોલીસ તંત્રને જાણ કરવી જોઈએ.

સીઆઇએસએફ અમદાવાદ ગ્રુપ કમાન્‍ડન્‍ટ હરેન્‍દ્ર નારાયણે તટીય સુરક્ષા અને રાષ્‍ટ્રીય જાગળતિના મુદ્દે વિશેષ પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્‍યું કે સાયક્‍લોથોનનો મુખ્‍ય ઉદ્દેશ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વસતા લોકોને સુરક્ષા પ્રત્‍યે જાગળત બનાવવાનો  છે.

વંદે માતરમ કોસ્‍ટલ સાયકોલોથોનના પ્રસ્‍થાન પ્રસંગે માધવપુર સરપંચ ભનુભાઇ ભુવા, ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અર્ચિત ખેતા,ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ સંદિપ ચક્રવતી સહિતના અધિકારીઓ તેમજ સ્‍થાનિક નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:34 AM IST)