<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે ત્‍યારે એક માત્ર ગિરનાર પર્વત ઉપર ઠંડી

 

રાજકોટ, તા. ૬: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત રહયો છે અને થોડી થોડી ગરમીનો રાત-દી'માં અહેસાસ થઇ રહયો છે ત્‍યારે એક માત્ર ગિરનાર પર્વત ઉપર ઠંડીનો ચમકારો વર્તાયો છે.

લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૬ ડિગ્રી નોંધાતા પ્રવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્‍યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે જ્‍યારે મહત્તમ તાપમાન વધી રહ્યું છે. આ સ્‍થિતિ વચ્‍ચે આજે સવારે ગિરનાર પર્વત પર પારો નીચે ગગડીને ૧૦.૬ ડીગ્રીએ સ્‍થિર થતા પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢ શહેરમાં પણ ૨૪ કલાકમાં સવારના તાપમાનમાં સામાન્‍ય ઘટાડો નોંધાયો હતો અને લઘુતમ તાપમાન ઘટીને ૧૫.૬ ડિગ્રી રહ્યું હતું જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૩ ટકાએ પહોંચી જતા સવારે ઠંડક અનુભવાય હતી. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૫ કિલોમીટરની રહેવા પામી હતી.

જામનગર ૧૮ ડીગ્રી

બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લધુતમ તાપમાન ૧૮ સે.ગ્રે., મહતમ તાપમાન ર૮ સે.ગ્રે. ભેજનું પ્રમાણ ૬૯ ટકા પવનની ગતિ પ.૧ કી.મી. સૌરાષ્‍ટ્ર કચ્‍છનું તાપમાન નીચે મુજબ છે.(૬.૧ર)

કયાં કેટલી ઠડી

    શહેર    લઘુતમ તાપમાન

અમરેલી     ૧૬.૨ ડીગ્રી

ભાવનગર   ૧૮.૮ ડીગ્રી

ભુજ         ૧૭.ર ડીગ્રી

દીવ         ૧૭.૮ ડીગ્રી

દ્વારકા               ૧૯.૦ ડીગ્રી

કંડલા               ૧૮.પ ડીગ્રી

નલીયા              ૧૪.૩ ડીગ્રી

ઓખા               ૧૯.૪ ડીગ્રી

પોરબંદર    ૧૪.૩ ડીગ્રી

રાજકોટ     ૧૭.૮ ડીગ્રી

વેરાવળ        ૧૯.૨ ડીગ્રી

(1:31 PM IST)