<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ખીજડીયા પક્ષી અભ્‍યારણ્‍યમાં પક્ષી ગણતરીનો પ્રારંભ

વન વિભાગની ટીમ, વાઇલ્‍ડ ફોટોગ્રાફર તથા એનજીઓ સંસ્‍થાના ૧૦૦ થી વધુ સભ્‍યો દ્વારા પક્ષી ગણતરી : ૨૯ દુર્લભ સહિત ૩૦૦થી વધુ પ્રકારના જુદા-જુદા પક્ષીઓ દરવર્ષે મહેમાન બને છે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૬,ખીજડીયા પક્ષી અભયારણ્‍યમાં દર વર્ષે લાખોની સંખ્‍યામાં યાયાવર સહિતના અનેક પક્ષીઓ મહેમાન બને છે. જેથી દર વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. આજથી ખીજડીયા પક્ષી અભયારણ્‍યમાં જુદી-જુદી ૩ સભ્‍યો ની અનેક ટીમો બનાવીને પક્ષીઓની ગણતરી શરૂ કરાઈ રહી છે.

જેમાં ૧ વન વિભાગના કર્મચારી, ૧ વાઈલ્‍ડ ફોટોગ્રાફર, અને ૧ પક્ષી વીદ સહિતના ત્રણ સભ્‍યોની ટીમ બનાવીને અલગ અલગ વિસ્‍તારમાં પક્ષીની ગણતરી શરૂ કરાશે. ખીજડીયા પક્ષી અભ્‍યારણ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પાર્ટ -૧ અને પાર્ટ -૨ બંનેમાં એકીસાથે પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવશે.

આ પક્ષી ગણતરી ની કામગીરી દરમિયાન તા. ૬ ફેબ્રુઆરી અને ૭ ફેબ્રુઆરીના દિવસોએ પ્રવાસીઓ માટે બંધ રખાયું છે.ખીજડીયા પક્ષી અભયારણ્‍ય જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત ૧૨ કી. મી. જેટલું અને જામનગર-રાજકોટ હાઈવે થી ૩ કિ.મી. દૂર આવેલું છે. આ સંકુલ વ્‍યુહાત્‍મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્‍ડો-એશિયાન ઉડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્‍તાન પાકિસ્‍તાન સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.

આ પક્ષી અભયારણ્‍યને આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સમસર સાઈટ તરીકેનો દરરજો મળતાં પ્રવાસીઓ માટે સ્‍વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકળતિક સૌંદર્ય ધરાવતા આ સ્‍થળની ખ્‍યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્‍ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

અહીં ૩૦૦ થી વધુ પ્રકારના પક્ષીઓ અને ૨૯ જેટલી દુર્લભગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા'ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથાભેટ ક્રિસ્‍ટેડ, કિપ કોમન પીચાઇ, વાઈટ આઈવીસ, ડાઈમેશન પેલિકન પક્ષીઓની આવક વધુ રહે છે. ખીજડીયા પક્ષી અભયારણ્‍યને રામસર સાઈટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ પક્ષીપ્રેમીઓને આ અભયારણ્‍યની જૈવિક વિવિધતા તથા ઈકો-સિસ્‍ટમ તેમજ દુર્લભપક્ષીઓને જોવાનો અનેરો લ્‍હાવો મળે છે.

(1:41 PM IST)