News of Friday, 6th February 2026
અમરેલીના સરભંડા ગામમાં ૪ લાખના પુર સંરક્ષણ દિવાલના કામની સૈદ્ધાંતિક મંજૂરી
મંત્રી કૌશિક વેકરીયાના પ્રયત્નોથી

અમરેલી : મંત્રી કૌશિક વેકરીયાએ પોતાના મતવિસ્તારના અમરેલી તાલુકાના સરભંડા ગામ ખાતે પુરના પાણીના કારણે થતું નુકશાન અટકાવવા પુરસંરક્ષણ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના જળસંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂા. ૩,૯પ,ર૩,૪૦૦ ના ખર્ચે પુર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવેલ છે. આ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
પુરસંરક્ષણ દિવાલનું કામ થતા આગામી સમયમાં વિસ્તારની પ્રજાને પુરના પાણીના કારણે પડતી મુશ્કેલીમાંથી મુકિત મળશે એમ કૌશિક વેકરીયાની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
