<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

સાવરકુંડલાના વકીલની RTI અરજી તબદીલ કરવામાં ૨૮ દિવસનો વિલંબ ભારે પડ્‍યોઃ ગાંધીનગરના અધિકારીને ૭,૦૦૦નો દંડ

દીપેશ જોશીની કાયદાકીય લડતઃ માહિતી આયોગે બેદરકાર PIO સામે RTIની કલમ ૨૦(૧) હેઠળ કરી લાલ આંખઃ રાજ્‍ય માહિતી કમિશનર વિપુલ રાવલનો મહત્‍વનો ચુકાદોઃ દંડની રકમ અધિકારીએ પોતાના પગાર કે ભંડોળમાંથી ભરવી પડશે

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૬: માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ (RTI) હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતા એક સીમાચિホરૂપ કિસ્‍સામાં, ગુજરાત માહિતી આયોગ દ્વારા ગાંધીનગર સ્‍થિત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીના જાહેર માહિતી અધિકારીને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન બદલ રૂ. ૭,૦૦૦ નો રોકડ દંડ ફટકારવામાં આવ્‍યો છે.

સાવરકુંડલાના જાણીતા ધારાશાષાી શ્રી દીપેશભાઈ ચંદુલાલ જોશી દ્વારા માહિતી મેળવવા માટે ‘નમૂના-ક' હેઠળ અરજી કરવામાં આવી હતી. આ અરજી જે-તે કચેરીને સંબંધિત ન હોવા છતાં, RTI એક્‍ટની કલમ ૬(૩) મુજબ તેને ૫ દિવસની અંદર સંબંધિત વિભાગમાં તબદીલ કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની હતી. જોકે, જાહેર માહિતી અધિકારી શ્રી આર. એન. અસારી દ્વારા આ અરજી તબદીલ કરવામાં ૨૮ દિવસનો ગુનાહિત વિલંબ કરવામાં આવ્‍યો હતો.

આ મામલે થયેલી ફરિયાદ (નંબરઃ ફ-૦૬૯૫-૨૦૨૫) ની સુનાવણી દરમિયાન રાજ્‍ય માહિતી કમિશનર શ્રી વિપુલ રાવલે નોંધ્‍યું હતું કે, અરજી તબદીલ કરવાની સંપૂર્ણ જવાબદારી જે-તે અધિકારીની હોય છે અને રજીસ્‍ટ્રી શાખાના વિલંબનું કારણ સંતોષકારક ગણી શકાય નહીં. આયોગે સ્‍પષ્ટ કર્યું કે માહિતી આપવામાં કે અરજી ટ્રાન્‍સફર કરવામાં વિલંબ એ કાયદાનો ભંગ છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨૦(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, આયોગે ૨૮ દિવસના વિલંબ બદલ પ્રતિ દિન ઈં ૨૫૦ લેખે કુલ રૂ. ૭,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. હુકમ મુજબ દંડની રકમ અધિકારીએ પોતાના અંગત ભંડોળ અથવા પગારમાંથી ભરવાની રહેશે. આ રકમ ૧ માસની અંદર સરકારી તિજોરીમાં જમા કરાવી તેની પહોંચ આયોગને મોકલવાની રહેશે.

સાવરકુંડલા ના ખૂબ જાણીતા ધારાશાષાી દીપેશભાઈ જોશીની આ કાયદેસરની જાગળતતાને કારણે વહીવટી તંત્રમાં ફરજ પ્રત્‍યે બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. આ ચુકાદો પ્રસ્‍થાપિત કરે છે કે RTI કાયદાની સમયમર્યાદાનું પાલન ન કરનાર કોઈપણ અધિકારી કાયદાથી ઉપર નથી.

(1:51 PM IST)