<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

જેતપુરમાં દેશી તમંચા સાથે દિનેશ પકડાયો

 (કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ તા. ૬,  જેતપુર પોલીસે દેશી તમંચા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

રાજય ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ ગેરકાયદેસર હથીયારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા જેતપુર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.ડી.પરમાર તેના સ્‍ટાફ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતો.

તે દરમ્‍યાન પો. હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઇ સુવા તથા પો. હેડ. કોન્‍સ. રાણાભાઇ વકાતરને ખાનગી રાહે મળેલ હકીકત આધારે જેતપુર ખીરસરા રોડ પર આરોપી દિનેશ ગાંડુભાઇ ગરચરીયા (ઉ.વ. ૪૭), ધંધોઃ ડ્રાઇવીંગ રહે. જેતપુર, મુળ રહે. આમદપરા, તા.ભેસાણ જી.જુનાગઢવાળા પાસે પેન્‍ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચો (અગિ્ન શાષા) સાથે મળી કુલ મુદામાલ કિ. રૂા. પ,૦૦૦/- નો પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહી જેતપુર સીટી પો. સ્‍ટે. ના પો. ઇન્‍સ. એ.ડી.પરમાર, તથા પો.સબ ઇન્‍સ. જે.પી. મલ્‍હોત્રા, એ.એસ.આઇ. અંકીતભાઇ બારડ, મહેશભાઇ સુવા,પો. હેડ.કોન્‍સ.દિવ્‍યેશભાઇ સુવા, રાણાભાઇ વકાતર, પો. કોન્‍સ. જૈવીકભાઇ લીંબાણી તથા લાલજીભાઇ સરકડીયા સહિતના જોડાયા હતા.

(1:55 PM IST)