તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૬ શનિવાર
News of Friday, 6th February 2026
ભાવનગરમાં ભૂદેવોના શંખનાદ સાથે વૈદિક શાસ્ત્રોગત વિધિથીડો. માધવી પંડયાના અનોખી રીતે લગ્ન ઉત્સવ ઉજવાશે
પાઠશાળાના દીકરી મા- બાપના આશીર્વાદ સાથે કંકુ પંજા(થાપા) પોતાની સાથે લઈ જશેઃ પાંચ ઋષિ કુમારો દ્વારા લગ્નવિધિ સમયે વેદોની ઋચાઓનું પઠણ કરશેઃ મંડપ મુહૂર્ત સમયે ગૌ પૂજન કરવામાં આવશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬: ભાવનગરમાં એક અનોખા લગ્ન થઈ રહ્યા છે. હાલ સુરત નિવાસી પત્રકાર બકુલેશ બળવંતરાય પંડ્યા તથા શ્રીમતી શીલાબેન બકુલેશભાઈ પંડયાની વહાલી દીકરી ચિ.ડો. માધવી (MBBS) ના શુભ લગ્નોત્સવ જાંબુડા નિવાસી હાલ મહુવા શ્રીમતી હીનાબેન તથા રાજેશભાઈ લક્ષ્મીશંકર જાનીના સુપુત્ર ચિ. ડો. દેવાંગકુમાર (MS,અમદાવાદ) સાથે તા.૭-૨-૨૦૨૬ શનિવારના રોજ શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ ભાવનગર ખાતે ઉજવાશે.
આ પ્રસંગે શ્રી ગણેશ સ્થાપન તા.૬ શુક્રવારે બપોરે ૩:૧૫ કલાકે, હલ્દીનું હાસ્ય પીઠી ઉત્સવ તા. ૬ શુક્રવાર સાંજે ૫:૧૫ કલાકે, રૂડા મામેરા તા.૬ શુક્રવાર સાંજે,ગીત ગુંજન રાસ ગરબા તા.૬ શુક્રવારે સાંજે ૭:૧૫ કલાકે યોજાશે.
આ લગ્નની વિશેષતા એ છે કે વૈદિક શાસ્ત્રોગત વિધિથી લગ્નવિધિ થશે. નવ દંપતીના હસ્તમેળાપ પ્રસંગે પાંચ ભૂદેવ દ્વારા શંખનાદ કરવામાં આવશે. પાઠશાળાના પાંચ ઋષિ કુમારો દ્વારા લગ્નવિધિ સમયે વેદોની ઋચાઓનું પઠણ કરશે.મંડપ મુરતના સમયે ગૌ પૂજન કરવામાં આવશે. દીકરીને કન્યાદાનમાં ગીતા, રામાયણ, ભગવદગીતા સહિતના ધાર્મિક પુસ્તકો, જાનૈયાઓને બીલીપત્રના રોપા આપવામાં આવશે. દીકરી મા-બાપના આશીર્વાદ સાથે કંકુ પંજા(થાપા) પોતાની સાથે લઈ જશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
