News of Saturday, 7th February 2026
જામનગરના મરીન નેશનલ પાર્કમા પક્ષી ગણતરી માટે પ્રથમ દિવસે ૧૬ ટીમ બનાવી ગણતરી કાર્યનો પ્રારંભ થયો: દરેકમાં પાંચ સભ્યોની ટીમ
સૂર્યાસ્ત સુધી પક્ષી ગણતરી કરવામાં આવી હતી સમગ્ર ટીમો આવતીકાલે વહેલી સવારથી પુન: પક્ષી ગણતરીના કાર્ય નો પ્રારંભ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગરના મરીન નેશનલ પાર્ક ના મુખ્ય વન સંરક્ષક એસ મનીશ્વર રાજાની રાહબરી હેઠળ નિવૃત મુખ્યવન સંરક્ષક ઉદય વોરા, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ, મદદનીશ વન સંરક્ષક પ્રતીક જોશી, તેમજ મદદનીશ વન સંરક્ષક શૈલેષ ત્રિવેદીની રાહબરી હેઠળ ૧૨ ટીમો બનાવવામાં આવી હતી અને તેમાં પ્રત્યેક ટીમમાં પાંચ પાંચ સભ્યોને જોડવામાં આવ્યા હતા.
પ્રથમ દિવસે બપોર બાદ તમામ ટીમ દ્વારા પક્ષી ગણતરીનો પ્રારંભ થયો હતો, અને સૂર્યાસ્ત સુધી પક્ષી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ટિમ ને વિરામ અપાયો છે, અને ત્યાં જ રાત્રી રોકાણ કર્યું છે. જે સમગ્ર ટીમો આવતીકાલે વહેલી સવારથી પુન: પક્ષી ગણતરીના કાર્ય નો પ્રારંભ કરશે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
