News of Saturday, 7th February 2026
તળાજા નજીક અકસ્માતમાં દિહોરના દંપતિનું મૃત્યુ
એક તરફ લગ્ન સિઝન બીજી તરફ અમોતની ભરમાર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૭: છેલ્લા પંદરેક દિવસ દરમ્યાન એકપણ દિવસ તળાજા પંથક માટે અકાળે મોત ના વાવડ મળ્યા ન હોય તેવું બન્યું નથી. એક તરફ પુર બહાર મા લગ્ન સિઝન ચાલી રહી છે તો બીજી તરફ અકસ્માતે અથવા તો આપઘાત દ્વારા યમ ના તેડા આવી રહ્યા છે.
દિહોર ગામના દંપતિ દલપતભાઈ ખાટાભાઈ દિહોરા,કાંતાબેન દલપતભાઈ દિહોરા બપોરે આશરે ૩.૪૫ દરમ્યાન બાઇક પર સવાર થઈ ને કુંઢેલી નજીક થી પસાર થઈ રહ્યા હતા.આ સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો.દંપતી ને ગંભીર ઇજાઓ સાથે તળાજા અને અહીંથી અલગ અલગ બે ૧૦૮ મા બંને ને ઓક્સિજન ની જરૂર હોય ભાવનગર વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.પાંચ પીપળા પસાર કરતા જ કાંતાબેન એ અંતિમ શ્વાસ ગણી લીધા ના દુઃખદ સમાચાર આવી ગયા હતા.ભાવનગર ખાતે પહોંચતા પત્નીને આપેલ સાથે જીવન મરણનું વચન નિભાવવાનું દલપતભાઈ એ પણ ફાની દુનિયા છોડી દીધી હતી. બંનેના મોતને લઈ અરેરાટી ફેલાઈ ગઈ હતી.
બંને ઇજાગ્રસ્તને તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા તેઓની સાથે કોઈ ન હોય આસપાસના વેપારીઓ જે નિયમિત પણે સેવાભાવે દોડી જાય છે તેવા વિજયભાઈ ધાંધલ્યાં,ઓમકાર દાતવાળા,ફકીર સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ સહિતના દોડી ગયા હતા.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
