News of Saturday, 7th February 2026
ઉનાઃ ર૭.૬૬ લાખના ગાંજાનું વાવેતર કરનાર વૃધ્ધ સામે ગુન્હો
રહેણાંક મકાનની પાછળની જગ્યામાં મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું: પપ કિલો ગાંજાના છોડ મળ્યાં

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૭: નજીકના ગીરગઢડામાં રહેણાંક મકાન પાછળની જગ્યામાં ર૭.૬૬ લાખનું ગાંજાનું વાવેતર કરનાર ૭પ વર્ષના વયોવૃધ્ધ ભીખાભાઇ અતુભાઇ મકવાણાની એસ.ઓ.જી.એ ધરપકડ કરીને તેની સામે નાર્કોટીકસ એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ગીર ગઢડા ગામે જિલ્લા એસ.ઓ.જી. અને એલ.સી.બી. પોલીસે રહેણાંક મકાન પાછળ વાવેલ રૂપિયા ૨૭ લાખ ૬૬૦૦૦/ની કિંમત નો ૫૫ કિલો ગાંજો ના છોડ મળી આવતા ગીર ગઢડાના વૃધ્ધની ધરપકડ કરી રૂપિયા ૨૭,૭૧,૦૦૦/મુદામાલ કબજે કર્યો.
જુનાગઢ રેન્જ ના પોલીસ મહા નિરીક્ષક નિલેશ ભાઈ જાજડીયા અને જિલ્લા પોલીસ નિરીક્ષક જયદીપસિંહ જાડેજા ની સૂચનાથી જિલ્લાની એસ. ઓ. જી. ના ઈનચાર્જ પી આઈ. ડી. એમ. કાગડા, પી. એસ. આઇ. રીના સુવા અને એ. એસ. આઇ. સરમણ ભાઈ ભોપાભાઈ, હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ દીપસિંહ, અને અભેસિંહ ભવાનભાઈ ને બાતમી મળી હતી કે ગીર ગઢડા ગામમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.
જેની તપાસ માટે પોલીસ ટીમ સાથે ગીર ગઢડા ગામે ઊના રોડ ઉપર ઢોરા શેરીમાં મકાન રહેણાંકમાં રેડ કરતા મકાન ની પાછળ વાડા મા મકાન માલિક ભીખાભાઇ અતુભાઈ મકવાણા ઉ. વ. ૭૫ રે. ગીર ગઢડા એ ગાંજો મળી આવ્યું હતું.
આ ગાંજાનું વાવેતર કરેલ હોય ત્યાંથી ૦, ૫ ફુટ થી ૪ ફૂટ ની લંબાઈ ધરાવતા ગાંજો ના છોડ મળી આવતા કબ્જે કરી વજન કરતા કુલ ૫૫ કિલો ૩૨૦ ગ્રામ વજન થતા તેની બજાર કિંમત મુજબ રૂપિયા ૨૭ લાખ ૬૬૦૦૦/ અને એક મોબાઈલ ફોન રૂપિયા ૫૦૦૦/મળી કુલ રૂપિયા ૨૭૭૧૦૦૦/ ની કિંમત નો મુદામાલ કબજે કરી ગીરગઢડા પોલીસ સ્ટેશન લાવી નાર્કોટીકસ એકટ કલમ ૮ (સી), અને ૨૦(૨),(સી) મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આરોપી ભીખાભાઈ અતુભાઈ મકવાણા એ જણાવેલ કે તેમને ગાંજો પીવાની ટેવ હોય તેથી ગાંજો ઉગાડેલ હતો. અને આરોપી એ કોને ક્યારે કેટલો ગાંજોનું વેચાણ કર્યું ? તેની પોલીસ માહિતી મેળવી રહ્યા છે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
