News of Saturday, 7th February 2026
લીંબડી પંચવટી હોટલ નજીક ત્રીપલ અકસ્માતઃ ડમ્પરે કાર અને બાઈકને હડફેટે લેતા ૩ ને ઇજા
ડમ્પરચાલકોનો ત્રાસ યથાવત

વઢવાણ, તા.૭: અકસ્માતાનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકો વારંવાર અકસ્માતો સર્જતા હોય છે
લીંબડીમાં પંચવટી હોટલ પાસે ડમ્પર બાઈક અને કાર વચ્ચે પણ અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ડમ્પર ચાલક દ્વારા કાર અને બાઈક ચાલકને અડફેટે લેવામાં આવતા અશોકભાઈ વશરામભાઈ તેમજ જેની અશોકભાઈ અને મુકેશભાઈ ગટુરભાઈને ઇજાઓ પહોંચવા પામી છે જેને લઇને હાલમાં ડમ્પર ચાલક સામે રોષ જોવા મળી રહ્યો છે બેફામ દોડતા ડમ્પરો છે તેના ઉપર લગામ જરૂરી છે.
બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોલીસ ફરિયાદ દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
