<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

માલિયાસણ પાસે ‘તું ક્‍યાંનો છો?' તેમ પુછીને હસમુખ સલાટને અજાણ્‍યા શખ્‍સે છાતીમાં કાતર ઘુસાડી દીધી!

કૂકર-સ્‍ટવ રીપેરીંગનું કામ કરતો યુવાન ફાકી ખાવા કેબીને ગયો ત્‍યારે અજાણ્‍યા નશાખોર જેવા શખ્‍સે હુમલો કર્યોઃ ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૭: કુવાડવા નજીક માલિયાસણ પાસે રહેતાં અને કૂકર ચુલા રીપેરીંગનું કામ કરી ગુજરાન ચલાવતાં મુળ અમદાવાદના યુવાનને તે ઘર નજીક પાનની કેબીને ફાકી ખાવા ગયો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે ત્‍યાં આવી તું ક્‍યાંનો છો? પુછતાં આ યુવાને હું અમદાવાદનો છું તેમ કહેતાં અચાનક જ આ શખ્‍સે પાનની કેબીન પાસે પડેલી કાતર ઉપાડી છાતીમાં ઘુસાડી દેતાં ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે દાખલ કરાયો છે.

જાણવા મળ્‍યા મુજબ માલિયાસણ પાસે છાપરામાં પરિવાર સાથે રહી કૂકર-સ્‍ટવ રીપેર કરી ગુજરાન ચલવાતો હસમુખ શામજીભાઇ સલાટ-વાદી (ઉ.વ.૩૦) નામનો યુવાન ઘર નજીક આવેલી પાનની કેબીન પાસે ફાકી ખાવા ઉભો હતો ત્‍યારે તેના પર અજાણ્‍યા શખ્‍સે કાતરથી હુમલો કરી છાતીમાં ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

હસમુખ એક બહેન અને બે ભાઇમાં મોટો છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે મુળ અમદાવાદનો વતની છે અને હાલ અહિ રહી કૂકર-સ્‍ટવ રીપેરીંગ કરવા ફેરીમાં નીકળે છે. તેના સગાએ કહ્યું હતું કે-હમસુખ ફાકી ખાવા ઉભો ત્‍યારે અજાણ્‍યો નશાખોર જેવો શખ્‍સ આવ્‍યો હતો અને તેણે હસમુખને ક્‍યાંનો છો? કહેતાં તેણે પોતે અમદાવાદનો છે એવો જવાબ આપ્‍યા બાદ અચાનક એ શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇ કાતરનો ઘા મારી દીધો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(1:47 PM IST)