News of Saturday, 7th February 2026
રાણાવાવ જામજોધપુર અને ભચાઉના દારૂના ગુન્હાનો ફરાર આરોપી ઝડપાયો
પોરબંદર એલસીબીએ બાતમીના આધારે મુંબઇ જઇને આરોપીને પકડી લીધોઃ ૮ વર્ષથી નાસતો ફરતો હતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૭: રાણાવાવ જામજોધપુર અને ભચાઉ કચ્છ પોલીસ સ્ટેશનમાં દારૂના નોંધાયેલા ગુન્હામાં ૮ વર્ષથી નાસી ગયેલા આરોપી ભવાન ગાંધી ઉર્ફે ભવાન પટેલને પોરબંદર એલસીબીએ બાતમીના આધારે મુંબઇ જઇને પકડી લીધો હતો.
એલસીબી સ્ટાફના એએસઆઇ રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજાને બાતમીના આધારે દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ભવાન મુળજીભાઇ ગાંધી જાતે લેઉવા પટેલ રહે. મેઘપર ગામ તા.ભચાઉ જી.કચ્છ પુર્વ વાળો મહારાષ્ટ્ર રાજયના મુંબઇ ખાતે રહેતો હોવાની હકીકત મળેલ .
આ હકીકકત આધારે એએસઆઇ રણજીતસિંહ દયાતર તથા હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા વિરેન્દ્રસિંહ પરમારને મુંબઇ ખાતે આરોપીની તપાસમાં મોકલતા આરોપી મુંબઇ થાણે અંબરનાથ વેસ્ટર વિસ્તારમાં આવેલ બદલાપુર રોડ ચીખલોલીમાં એમ્પાયર ઇન્ડસ્ટ્રીઝ પાસેથી મળી આવતા આરોપી ભવાન ગાંધી ઉર્ફે ભવાન પટેલને રાણાવાવ પો.સ્ટે. પ્રોહી. ક. ૬૬ (૧) બી, ૬૫ઇ, ૧૧૬બી ૮૧ મુજબના કામે વધુ પુછપરછ અર્થે એલસીબી ઓફીસ ખાતે લઇ કાર્યવાહી કરવા માટે રાણાવાવ પો.સ્ટે.સોંપી આપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ભવાન સામે રાણાવાવ ઉપરાંત જામજોધપુર અને ભચાઉમાં દારૂના ગુન્હા નોંધાયેલા છે.
દારૂના ગુન્હામાં ફરાર આરોપીને પકડવાની આ કામગીરીમાં LCB I/C PI શ્રી આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
