News of Saturday, 7th February 2026
સુરેન્દ્રનગરમાં બિલાડીએ વળદ્ધને બચકા ભરી લીધા...

વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગરમાં બિલાડી નો આંતક સામે આવ્યો છે ટાંકીચોક વિસ્તારમાં બિલાડી દ્વારા વળદ્ધને બચકા ભરવામાં આવ્યા છે વળદ્ધને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બિલાડી ગાંડી થતા ઘરમાં રહેલા વળદ્ધ ઉપર બિલાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
વળદ્ધના પગ અને હાથના ભાગે બચકા ભરી લેવામાં આવ્યા હતા હડકવા અને ધનુરના ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા હતા અત્યાર સુધી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પાલતુ અને રખડતા શ્વાનનો આંતક સામે આવતો હતો પરંતુ હવે બિલાડીઓનો પણ આંતક સામે આવી રહ્યો છે.
બંગાળથી આવેલા વળદ્ધને અચાનક બચકા ભરી લેવામાં આવતા પરિવાર પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવવા પામ્યો હતો. કોઈ ઇન્ફેક્શન ન લાગે તે માટે સમયસર ઇન્જેક્શન લેવા માટે પણ ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારનો કેસ દાખલ થતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
