<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

પોરબંદર પાસે બાવળની ઝાડીમાં છુપાવેલો દોઢ લાખનો દારૂ ઝડપાયો

ચેકીંગ દરમિયાન નાસી જનારા ભાણવડ પંથકના રમેશ દેવાભાઇ અને લખમણ નારણભાઇ સામે ગુન્‍હોઃ ઇંગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની કુલ ૨૩૬ શીલપેક બોટલનો જથ્‍થો મળ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પરોબંદર, તા.૭: નજીકના પારાવાડા ગામના રસ્‍તા પાસે બાવળની ઝાડીમાં છુપાવેલ ૧.૫૨૦૦૦નો ઇંગ્‍લીશ દારૂ પોલીસે ઝડપી લીધો હતો આ દારૂના ચેકીંગ સમયે ભાણવડના પાસ્‍તર ગામના રમેશ દેવાભાઇ મોરી અને લખમણ નારણભાઇ બંને નાસી ગયા હતા.

 પોરબંદર ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ  દ્વારા જીલ્લામાં દારૂની બદી સદંતર નેસ્‍ત નાબુદ કરવા ખાસ સુચના જે અન્‍વયે  બગવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. આર.જી.ચુડાસમા તથા પોલીસ સ્‍ટાફના  માણસો બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં ે દરમ્‍યાન  બાતમી મુજબ કે પારાવાડાગામ થી ગડુગામ તરફ જતા રસ્‍તા પાસે બાવળનીકાંટમાં વિદેશી દારૂનો જથ્‍થાનીે ં તપાસ કરતા ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલ પેક બોટલ નંગ-૮૪ની કી. રૂો ૯૨,૪૦૦/- તથા  કંપની શીલ પેક બોટલ નંગ-૧૫૨ ની કી.રૂ.૧,૫૨,૦૦૦/- તથા એક બાઇક જેમની કિ.રૂ.૩૦૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૭૪,૪૦૦ /- નો મુદામાલ રાખી રેઇડ દરમ્‍યાન નાશી જઈ એક બીજાને મદદગારી કરેલ હોય જેથી આરોપી બન્ને આરોપી વિરૂધ્‍ધ પ્રોહીબીશન એક્‍ટના ભંગ બદલ ગુન્‍હો નોંધી બગવદર પોલીસ સ્‍ટાફ દ્વારા કામગીરી કરેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી - પોલીસ સબ ઇન્‍સ.શ્રી આર.જી.ચુડાસમા તથા પો.હેડ. કોન્‍સ. ડી.આર.સીસોદીયા તથા પો.કોન્‍સ, દિલાવરસિંહ કચરાભાઈ કાછેલા તથા પો. કોન્‍સ. હીતેષ જસરાજભાઈ ઘુઘલીયા તથા દ્વારા આ દારૂ દરોડાની  કામગીરી કરવામાં  આવી હતી.

(12:16 PM IST)