News of Saturday, 7th February 2026
જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીયક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગતની ક્રિકેટ ટુર્નામેન્ટનો કાલે મેગા ફાઈનલ
આા આતાશબાજી સાથે સમાપન સમારોહઃ પૂનમબેન માડમ

(મુકુાં બદિયાણી)જામનગરઃ જામનગર-દેવભૂમિ દ્વારકા સંસદીયક્ષેત્રના ક્રિકેટ પ્રેમી યુવા ખેલાડીઓએ અદમ્ય ઉત્સાહભેર ૫૫૦ થી વધુ ટીમોએ ક્રિકેટ રમવા માટે રજીસ્ટ્રેશન કરતા, આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સતત છેલ્લા ૪૫ દિવસથી જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રમાય રહેલ છે.
આ ડે નાઈટ ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૫૧૨ ટીમોએ ભાગ લીધેલ હતો જેના બે સેમી ફાઈનલ મેચોમાં રામ ઈલેવન-ગડુ અને સહારા ઈલેવન વચ્ચે રહયો હતો, જેમાં રામ ગડુ વિજેતા થતા ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેવા જ બીજા દિલધડક મુકાબલામાં જાહલ ઈલેવન-જામનગર અને કે.સી.સી. ઈલેવન-જામખંભાળીયા વચ્ચેના મુકાબલામાં કે.સી.સી. ખંભાળીયા વિજેતા બની ફાઈનલમાં રમવા જગ્યા બનાવી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલાર પંથકના લોકપ્રિય સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા આયોજીત આ ટૂર્નામેન્ટ તા.૦૮ના રવિવારે પ્રદર્શન ગ્રાઉન્ડ, જામનગર ખાતે સાંજે ૭ કલાકથી શરૂ થનાર મેગા ફાઈનલ મેચનો રોમાંચક મુકાબલો યોજાવા જઈ રહેલ છે. ત્યારબાદ આ મેગા ફાઈનલ મેચનો પારિતોષીક વિતરણ સમારોહ મહાનુભાવો અને હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમી જનતાની ઉપસ્થિતીમાં આતશબાજી અને રંગારંગ લાઈટીંગ વચ્ચે યોજાનાર છે. આ ભવ્ય સમાપન સમારોહમાં ખેલાડીઓને પ્રોત્સાહીત કરવા રમતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
