<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

માળિયા ફાટક ઓવરબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા યુવાનનું ટ્રકની ઠોકરે મોત.

ટ્રકનું આગલું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું જેથી ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાનનું મોત નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના માળિયા ફાટક ઓવરબ્રિજ પાસે રોડ ક્રોસ કરતી વખતે યુવાનને ટ્રકે ઠોકર મારતા મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

     ઘટનાની વિગતો મુજબ ફરિયાદી અકબરભાઈ હાજીભાઈ મોવરે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે માળીયા ફાટક ઓવર બ્રીજ પાસે ફરિયાદીનો ભત્રીજો નિજામ (ઉવ ૩૦) રોડ ક્રોસ કરતો હોય ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા ટ્રક નંબર GJ-10-Z-7453નાં ચાલકે ઠોકર મારતા યુવાન રોડ પર પડી ગયો હતો. ટ્રકનું આગલું ટાયર યુવાનના માથા પર ફરી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રક ચાલકને પકડવા આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:12 PM IST)