<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

મોરબી સિરામિક્સ એસો હોલમાં જાગૃતિ કાર્યક્રમ અને ઇન્ટરએક્ટીવ સેશન યોજાયું.

સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન , NOC પ્રક્રિયા વિગેરે સંબંધિત મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન અપાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : એસોસિએશન હોલ ખાતે  CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદથી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન – સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં  જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક ઉદ્યોગકારોને ગ્રાઉન્ડ વોટર પરમિશન , NOC પ્રક્રિયા વિગેરે સંબંધિત મુદ્દાઓની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્યોગકારોને આવતાં પ્રશ્નો જેમ કે ગ્રાઉન્ડ વોટરનો વપરાશ ના કરતા હોવા છતાં જો શો કોઝ આવી હોય તો શો કોઝ કેન્સલ કરવા માટે પોર્ટલ પર ડેટા ફિલઅપની પ્રક્રિયા,  ગ્રાઉન્ડ વોટર માટે NOC કેવી રીતે મેળવવી,  તેમજ NOC  પેન્ડિંગ હોય તો આગળ શું કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓ અંગે અધિકારીઓ દ્વારા સ્પષ્ટ અને ઉપયોગી માહિતી ઓન લાઇન પોર્ટલ પર આપવામાં આવી હતી.
જે માહિતી અને માર્ગદર્શન માટે એસોસિએશનના હોદ્દેદારો દ્રારા અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમ અને  ઇન્ટરએક્ટીવ સેસનને સફળ બનાવવા માટે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.

(12:40 AM IST)