<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

કોડીનારમાં SIRને લઈને કોંગ્રેસનો મોરચો: મતદારોની જાણ બહાર ફોર્મ નં- 7 ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું ષડયંત્ર: કોંગ્રેસનો આરોપ

કોડીનારમાં 47 લોકો 6 હજારથી વધુ મતદારોના નામ સામે વાંધા અરજી કરતા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઇ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા, કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખનું નામ પણ કમી!!

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાં SIRને લઈને કોંગ્રેસએ મોરચો માંડ્યો છે.કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદારોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનું ષડયંત્ર રચાયુ છે  કોડીનારમાં 47 લોકો 6 હજારથી વધુ મતદારોના નામ સામે વાંધા અરજી કરતા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યમાં એકઠા થઈ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા હતા  કોડીનાર કોંગ્રેસ શહેર પ્રમુખનું નામ પણ કમી કરવા માટે અરજી થયાનો કોંગ્રેસનો આક્ષેપ, ખોટી રીતે વાંધા અરજીઓ કરનારા સામે ફરિયાદ નોંધવા કોંગ્રેસની માગણી કરી હતી  

(6:36 PM IST)