News of Sunday, 8th February 2026
માળિયાના સુરજબારી પુલ નજીક ટેન્કર પલટી જતા ચાલકનું મોત.
ટેન્કર નીચે દબાઈ જતા મુકેશ મીણાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા-કચ્છ હાઈવે પરથી પસાર થતું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટેન્કર ચાલક દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
રાજસ્થાનના વતની કમલેશ લાલા મીણાએ ટેન્કર જીજે ૧૨ બીએક્સ ૩૮૭૦ ના ચાલક મુકેશ લાલા મીણા (ઉ.વ.૨૮) (રહે રાજસ્થાન વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મુકેશ મીણાએ પોતાનું ટેન્કર જીજે ૧૨ બીએક્સ ૩૮૭૦ પુરઝડપે ચલાવી મોરબી-કચ્છ હાઈવે પર સુરજબારી પુલ પાસે કાબુ ગુમાવી દેતા ટેન્કર પલટી મારી ગયું હતું જે ટેન્કર નીચે દબાઈ જતા મુકેશ મીણાને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
