News of Monday, 9th February 2026
ભાવનગરમાં બક્ષીપંચ મોર્ચાનો પ્રમુખ પદ મળ્યું ને થોડીવારમાં જ હોદેદારનું હાર્ટએટેકથી મૃત્યુ
ભાજપનું નવું સંગઠન માળખું જાહેર : ૩૨ હોદેદારોનો સમાવેશ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૯: ભાવનગર શહેર ભાજપના પ્રમુખની નિમણૂક ના ૧૧ મહિના બાદ અંતે શહેર સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે .શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નકરજીના માર્ગદર્શન અને આદેશ અનુસાર, ટીમ જે રીતે જાહેર કરવામાં આવી છે. એમાં ૩ મહામંત્રી, ૮ ઉપપ્રમુખ, ૮ મંત્રી, ૧ કોસાઅધ્યક્ષ, કાર્યાલય મંત્રી, તેમજ સાતે સાત મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, આઇટીના કન્વીનર, સોશિયલ મીડિયા કન્વીનર, મીડિયા કન્વીનર, અલગ અલગ તમામ ટીમની ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની અંદર તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તેરે તેર વોર્ડમાંથી તમામ કાર્યકર્તાઓનો સમાવેશ કર્યો છે.
મુખ્ય સંગઠન માળખાના હોદ્દેદારોમાં ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી અને ૧૦ મંત્રીઓની નિમણૂંક કરાઈ છે.
ઉપપ્રમુખઃ હરેશભાઈ દેવરાજભાઈ નાવડીયા, બળદેવસિંહ અમરસિંહ ચુડાસમા, કીર્તિબેન હિતેશભાઈ દાણીધારીયા, વિજયભાઈ ગુણવંતભાઈ મકવાણા, જાગળતિબેન રાજેશભાઈ રાવલ, શૈલેષભાઈ વશરામભાઈ હુંબલ, શિલ્પાબેન મુકેશભાઈ દવે અને હિતેશભાઈ ધરમશીભાઈ પરમાર, મહામંત્રીઃ નરેન્દ્રસિંહ લખુભા ગોહિલ, મુકેશભાઈ આનંદભાઈ ડાભી અને નિલેશભાઈ નરેન્દ્રભાઈ રાવલ, મંત્રીઃ રંજનબેન રજનીકાંત પરમાર, રાજદીપસિંહ ધ્રુવદેવસિંહ જેઠવા, ઊર્મિલાબેન જીતેન્દ્રભાઈ ભાલ, અરવિંદભાઈ રાજુભાઈ રાઠોડ, રેખાબેન શંભુભાઈ બારૈયા, મનીષભાઈ તુલસીદાસ આડવાણી, ભાવનાબેન ભૂપતભાઈ ખૈરૈયા, મેરાભાઈ નાગાભાઈ કસોટીયા, કોષાધ્યક્ષ તરીકે જસવંતભાઈ આર. ગાંધી અને કાર્યાલય મંત્રી તરીકે ખંધેડીયા વિવેક ધર્મશભાઈની વરણી કરાઈ છે.
વિવિધ વિભાગોના વડાઃ સોશીયલ મીડિયા વિભાગમાં નચિકેતભાઈ હરેશભાઈ દવે, આઈ.ટી. વિભાગમાં પાર્થભાઈ કિરીટભાઈ વાજા અને મીડિયા વિભાગની જવાબદારી દીપકભાઈ જસવંતરાય મહેતાને સોંપવામાં આવી છે.
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓઃ યુવા મોરચોઃ પ્રમુખ તરીકે ભવદીપસિંહ નટવરસિંહ ગોહિલ તથા મહામંત્રી તરીકે વિશાલકુમાર યોગેશભાઈ જોષી અને ગોપાલ ભરતભાઈ પટેલ,
મહિલા મોરચોઃ પ્રમુખ તરીકે હીનાબેન અતુલભાઈ શાહ તથા મહામંત્રી તરીકે ઊર્મિલાબા યશવંતસિંહ રાણા અને દર્શનાબેન દીપકભાઈ દેસાઈ, કિસાન મોરચોઃ પ્રમુખ તરીકે હર્ષદભાઈ લાલજીભાઈ સોલંકી તથા મહામંત્રી તરીકે ભરતભાઈ રાઘવભાઈ ગાંગાણી અને પથુભા નવુભા રાણા,બક્ષીપંચ (ઓબીસી) મોરચોઃ પ્રમુખ તરીકે ભાવેશભાઈ અશોકભાઈ રબારી તથા મહામંત્રી તરીકે ભાવેશભાઈ અશોકભાઈ રબારી તથા મહામંત્રી તરીકે ભરતભાઈ માધુભાઈ દિહોરા અને અભિજિતસિંહ વિક્રમસિંહ ડોડીયા,અનુસૂચિત જાતિ મોરચોઃ પ્રમુખ તરીકે કનુભાઈ દેહાભાઈ પરમાર તથા મહામંત્રી તરીકે ભૌતિક મનસુખભાઈ ચૌહાણ અને જયકિશન અરવિંદદાસ હાવલિયા, અનુસૂચિત જન જાતિ મોરચોઃ પ્રમુખ તરીકે સુનિલભાઈ ભોળાભાઈ ઉંમટ તથા મહામંત્રી તરીકે યતીનભાઈ પ્રતાપભાઈ મેઘલાતર અને અમિતભાઈ દિલીપભાઈ લુણાગતર, લઘુમતી મોરચોઃ પ્રમુખ તરીકે મહેબૂબભાઈ માંડવિયા તથા મહામંત્રી તરીકે નોમિનભાઈ અકબરઅલી ટીનવાલા અને મોમીન આરીફભાઈ હબીબભાઈની નિમણૂંક કરવામાં આવી છે.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહે નવા હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે કુંભારવાડા ના ભાવેશ અશોકભાઈ રબારીની નિમણૂક થઇ છે. દરમિયાન ભાવેશભાઈ રબારી તેના કામથી બહાર ગયા હતા ત્યાં પડી ગયા હતાં. તે સમયે છાતીમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હાર્ટએટેકથી દુઃખદ મોત થયું છે. આ ઘટનાથી તેમના પરિવારજનો અને સમગ્ર ભાજપ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
