News of Monday, 9th February 2026
કેન્દ્રીય બજેટ દેશની વિકાસયાત્રાને વધુ વેગવંતી કરશેઃ પૂનમબેન માડમ
જામનગર- દેવભુમી દ્વારકાના સાંસદ તથા ભાજપના આગેવાનો દ્વારા બજેટને આવકાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૯: કેન્દ્રીય બજેટ ૨૦૨૬ અન્વયે જામનગર શહેર જિલ્લા ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમએ ઉદબોધન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા અધ્યક્ષ ડો વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મળગેશ દવે, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા, ભાજપ જામનગર શહેર મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર, જિલ્લા મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર - જિલ્લા મીડિયા વિભાગ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું.
પૂનમબેન માડમે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રઢ અને દુરંદેશી નેતળત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું રૂ. ૫૩.૫ લાખ કરોડનું બજેટ ગતરોજ કર્તવ્ય ભવનમાં રજૂ થયું. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણજીએ સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો. આ ઘટના દેશની નારીશક્તિનું સશકત પ્રતિબિંબ રજૂ કરે છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું આ પ્રથમ બજેટ દેશની વિકાસયાત્રામાં એક નવી દિશા દર્શાવતું તેમજ વિકસિત ભારત @૨૦૪૭ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ અગ્રેસર બનાવતુ બજેટ છે.
ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના ૧૫ પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ. MSME સેકટર માટે ૨૦૦ ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે, ગુજરાત એક પ્રકારે MSME ઉદ્યોગોનું હબ છે. ગુજરાતમાં ૭ લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી હોવાથી ગુજરાતના ઉદ્યોગકારોને આ ક્ષેત્રે કરાયેલી મહત્વપૂર્ણ જાહેરાતોથી લાભ થશે. પૂર્વ ભારતના દાનકુની થી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર. જામનગરમાં સ્થિત WHO ના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય. ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. ગિફ્ટ સિટીમાં આવેલ IFSC મા કંપનીઓ માટે ૨૦ વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવામાં આવ્યો છે જેના પરિણામે ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે. તેમ પૂનમબેન માડમે જણાવ્યુ હતું.
પુનમબેન માડમે વધુમાં જણાવ્યુ છે કે, AI આધારિત “Bharat Vistaar Tool’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માધ્યમથી ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન, હવામાન, ખાતર, રોગનિયંત્રણ અને બજાર સંબંધિત તાજી અને યોગ્ય માહિતી મળશે. ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નાળિયેર, કાજુ, અખરોટ વગેરેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા ખેડૂતોને વધુ આવકના અવસર આપવાનો સંકલ્પ વ્યક્ત થયો છે. પશુપાલન અને ડેરી ક્ષેત્રે ૨૦,૦૦૦થી વધુ વેટરિનરી ડોકટરોને તાલીમ આપવાની યોજના જાહેર કરીને પશુ આરોગ્ય સેવાઓ, રસીકરણ અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મૂકાયો છે, ડેરી અને પશુપાલન એકમોને આધુનિક બનાવવા માટે ક્રેડિટ આધારિત સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ, મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ૫૦૦ નવા જળાશયો અને અમળત સરોવરોને માછીમારી માટે વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી માછીમારોને વધુ રોજગારી, આધુનિક સુવિધાઓ અને સ્થિર આવક મળી શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ દિશા અને રાષ્ટ્રપ્રથમ વિચારધારાના નેતળત્વ હેઠળ નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ થયેલું આ બજેટ દેશની સમળદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા આપે છે.
કેન્દ્રિય બજેટમાં યુવાનોની ઊર્જા, મહિલાઓની સામર્થ્યશક્તિ, ખેડૂતની મહેનત, શ્રમિકોની નિષ્ઠા અને ઉદ્યોગસાહસિકોની નવીનતા રાષ્ટ્રનિર્માણના કેન્દ્રસ્થાને છે. આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી અને ભારત ૨૦૪૭ સુધી વિકસિત સમર્થ અને વૈશ્વિક નેતળત્વ ધરાવતી શક્તિ બનાવવા માટેની મજબૂત યોજના છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
