News of Monday, 9th February 2026
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં પસંદગી પામનાર કચ્છના ૩ દિવ્યાંગ ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા સાંસદ વિનોદ ચાવડા : ૨૬ ફેબ્રુ.થી ૨ માર્ચ દરમ્યાન શ્રીલંકામાં ખેલાશે ટુર્નામેન્ટ
સાંસદ દ્વારા ત્રણે ખેલાડીઓ ને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા સાલ ઓઢાડી સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા : પ્રગતિની શુભકામનાઓ પાઠવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯૦ : તારીખ 26/02/2026 થી તારીખ 02/03/2026 દરમિયાન Para Cricket Club of India દ્વારા શ્રીલંકા ખાતે યોજાનારી દિવ્યાંગ ખેલાડીઓ ની આંતરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ ભારત તરફ થી કચ્છના ૩ ખેલાડીઓ વિભાભાઈ કે. રબારી (કપ્તાન), ગામ સામખીયારી, તા. ભચાઉ, રશીદ સમા, ગામ તુગા (ખાવડા) તા. ભુજ અને (૩) જયરામ વણકર ગામ સરલી, તા. ભુજ ની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર કચ્છ જિલ્લા માટે એક ગૌરવ વાત છે. અંતરિયાળ ગામડાઓ માંથી આવતા આ દિવ્યાંગ ખેલાડીઓએ મુશ્કેલીઓ વચ્ચે પણ મહેનત અને હિમત તથા લગન થી આ સિધ્ધી મેળવી છે. તેમની પસંદગી માત્ર વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર કચ્છ જિલ્લા માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.
સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ત્રણે ખેલાડીઓ ને પ્રોત્સાહનરૂપે કીટ વિતરણ તથા તેઓનું સાલ ઓઢાડી સન્માન કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા તેમની પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
