News of Monday, 9th February 2026
જસદણના આંબરડી ગામે જમીનની તકરારમાં દિનેશભાઇ ઉપર પાઇપથી હુમલો
થ્રેસર બંધ કરાવવા જતા આંખમાં મરચાના પાવડર છાંટયો બાદમાં હુમલો કર્યોઃ બે મહિલા સહિત ચાર સામે જસદણ પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૯: જસદણના આંબરડી ગામે જમીનની તકરારમાં યુવાન ઉપર બે મહિલા સહિત ચાર શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ દિનેશભાઇ વલ્લભભાઇ ઓતરાદી (ઉ.વ.૪૧) ધંધો ખેતી રહે. આંબરડી ગામએ આરોપી (૧) હિંમતભાઇ લધરાભાઇ ઓતરાદી (રા રાહુલભાઇ હિંમતભાઇ ઓતરાદી (૩) હેમુબેન વા.ઓ. હિંમતભાઇ ઓતરાદી તથા (૪) કાજલબેન ડો.ઓ. હિંમતભાઇ ઓતરાદી રહે. બધા આંબરડી સામે જસદણ પોલીસ પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી અને આરોપીઓને વારસાઇ જમીન બાબતે જુની તકરાર ચાલુ હોય ગઇ તા. ૭-રના રોજ આરોપીઓ થ્રેસર ચલાવતા હોય ફરીયાદી બંધ કરાવવા ત્યાં જતા આરોપી નંબર (૩) અને (૪)ના ઓએ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીની આંખમા, મરચાનો પાડવર ઉડાડેલો હોય અને ત્યાંથી જતા રહેલા હતા. બાદમાં આરોપી નંબર (૧) અને (ર)ના લોખંડના પાઇપ લઇને ફરીયાદીને હાથ અને પગમાં માર મારતા ફેકચર જેવી ઇજા કરી તેમજ માથાના ભાગે ઇજા કરી હતી.આ ફરીયાદ અન્વયે જસદણ પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
