News of Monday, 9th February 2026
જામનગરમાં ૨.૮૦ કરોડની સરકારી ખરાબાની જમીન પચાવી પાડી
ભુમાફીયા જયેશ પટેલના કૌટુંબીક સગા યજ્ઞેશ રાણપરીયા સહિત ૬ શખ્સોનું કારસ્તાન ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ : ખોટા નકશા - વેંચાણ કરાર બનાવીને છેતરપીંડી કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯: સરકારી ખરાબાની જમીન પચાવી પાડી તેનુ ગેરકાયદેસર વેચાણ કરી નાખતા છ શખ્સો સામે રાવ પોલીસ ફરિયાદ થઇ છે.
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર હંસરાજભાઈ પિપરીયા, ઉ.વ.૩૭, રે. સર્કલ ઓફીસર-ર, મામલતદાર કચેરી, જામનગર શહરે વિભાગ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ-૯-ર૦રર ના આ કામના આરોપીઓ મનસુખભાઈ રતીલાલ ભટ્ટી, આમદભાઈ ઉમરભાઈ ખફી, નુરમામદભાઈ ઉર્ફે બોદુભાઈ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતીલાલ મારૂ, ભુમાયિા જયેશ રાણપરીયા (પટેલ)ના કૌટુબીક સગા યજ્ઞેશ રતિલાલ રાણપરીયા, જગદીશ ગણેશભાઈ ચોવટીયા એ જામનગર શહેર વિસ્તારમાં આવેલ સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં.૧૧રપ વાળી જમીન અને તેની આજુબાજુની નદીના કાંઠાની વગર નંબરની જમીન મળી કુલ જમીન હે.આરે.૮પ૮૬.પ૦ ચો.મી. આશરે કિંમત રૂ.ર,૮૦,૦૦,૦૦૦/-(બે કરોડ એસી લાખ) વાળી જમીનના આરોપીઓ કાયદેસર માલીક ન હોવાનું જાણવા છતા છળકપટ કરવાના ઈરાદે આ જમીનના ખોટા નકશા બનાવી તેમાં ૬૬ પ્લોટ પાડી જમીન પચાવી પાડી આ જમીનમાં પાડેલ પ્લોટ ના ખોટા વેચાણ કરાર ઉભા કરી કિંમતી જામીનગીરીમાં ફેરવી ખોટી બનાવટ કરી આ પ્લોટ ગરીબ અને મઘ્યમવર્ગના માણસોને લલચાવી, છેતરપીડી કરી કિંમતી જામીનગીરીમાં ફેરવી વેચાણ કરાર આધારે વેચી નાખી તે વેચાણ કરારના નાણા મળ્યાની પહોંચ બનાવી આપી સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડી પચાવી પાડેલ જમીનનું ઈરાદાપુર્વક ઉપયોગ કરાવવાના ઈરાદે વેચાણ કરી ગરીબ મઘ્યવર્ગના માણસોને ફાળવી દઈ તમામ આરોપીઓ એ સમાન ઈરાદો પાર પાડી આર્થીક લાભ મેળવી ગુનો કરેલ છે.
જુની અદાવતનો ખાર રાખી માર માર્યો
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અક્રમ ઉર્ફે જહાંગીર અબ્દુલભાઈ કકલ, ઉ.વ.રપ, રે. ગરીબનગર, પાણખાણ ઈમામ ખાનાની પાછળ, બેડેશ્વર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર ના માતાએ આરોપી રહીમ, ફરીદ, સુલતાન તથા ઈમરાન, સિકંદર વિરૂઘ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી તા.૮-ર-ર૦ર૬ ના સાઈચાની ઓરડીયો પાસે, બેડેશ્વરમાં આરોપીઓ રહીમ, ફરીદ, સુલતાન તથા ઈમરાન વાળા રસ્તામાં ઉભા હોય અને આરોપી રહીમ ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરને જેમફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરએ ગાળો આપવાની ના પાડતા આરોપી રહીમ એકદમ ઉશ્કેરાઈ જઈ તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર ને માથાના પાછળના ભાગે એક ઘા મારેલ જેથી ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર નીચે પડી ગયેલ તેવામાં આરોપી ફરીદ એ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરને કપાળના ભાગે એક ઘા મારેલ તેવામાં ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર રાડા રાડી કરવા લાગેલ તેવામાં આરોપી સુલતાન તથા ઈમરાન એ તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરને શરીરે જેમફાવે તેમ માર મારવા લાગેલ તેવામાં ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરની બહેન વધુ મારથી છોડાવવા આવતા આરોપી ઈમરાન એ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરની બહેનને માથાના પાછળના ભાગે એક ઘા મારેલ અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હોય જેથી ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર તથા તેની બહેનને રાડારાડી કરતા લતાના માણસો ભેગા થઈ જતા આરોપીઓ રહીમ, ફરીદ, સુલતાન તથા ઈમરાન નાશી ગયેલ બાદ ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર તથા તેની બહેન તેના ઘરે જતા હોય તેવામાં આરોપી સીંકદર ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીર પાસે આવેલ અને ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ હોય જેથી આરોપી રહીમ એ ફરીયાદી અક્રમ ઉર્ફે જહાંગીરને માથામાં ટાકાંની ઈજા કરેલ અને તેની બહેનને લોખંડનો પાઈપ માથાના ભાગે મારી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી નાશી જઈ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલરહીમ મહમદભાઈ બુચડ, ઉ.વ.૩પ, રે. ગરીબનગર, પાણખાણ ઈમામ ખાનાની પાછળ, બેડેશ્વર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અબ્દુલરહીમ ના ભાઈએ આરોપી જીન્તબેન ની દિકરી સાથે લવ મેરેજ કરેલ હોય જેનો ખાર રાખી ફરીયાદી અબ્દુલરહીમ ને બેડીના ઢાળીયે રોકી આરોપી અક્રમ ઉર્ફે જહાંગીર એ કહેલ કે તું કેમ મારી સામે જોવે છે જેથી ફરીયાદી અબ્દુલરહીમ એ કહેલ કે હું તારી સામે નથી જોતો તેમ કહેતા આરોપી અક્રમ ઉર્ફે જહાંગીર એ કહેલ કે હું તને અહી રહેવા નહી દઉ હુ તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી જેમફાવે તેમ ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તેના પેન્ટના નેફા માંથી છરી કાઢી અબ્દુલરહીમ ને માથા માંથી લોહી નીકળવા લાગતા વધુ મારથી બચવા તેના ઘર તરફ જતા આરોપી અક્રમ ઉર્ફે જહાંગીરએ તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી અબ્દુલરહીમ ને પાછળથી વાંસાના ભાગે એક ઘા મારેલ બાદ ફરીયાદી અબ્દુલરહીમ તેની મોટરસાયકલ ત્યાં મુકીને પોતાના ઘરે જતા રહેલ તેવામાં આરોપીઓ અક્રમ ઉર્ફે જહાંગીર, ફિરોજાબેન, યાસ્મીનબેન, જીન્તબેન એ ફરીયાદી અબ્દુલરહીમ ના ઘર પાસે ગયેલ અને જેમફાવે તેમ બોલતા હોય જેથી ફરીયાદી અબ્દુલરહીમ ના પત્ની તથા તેનો ભાઈ તથા તેની બંને બહેનો સમજાવવા જતા આરોપી ફિરોજાબેન, યાસ્મીનબેન તથા જીન્નતબેન એ પથ્થરના ઘા કરવા લાગેલ તે પથ્થર ફરીયાદી અબ્દુલરહીમ ના પત્નીને કપાળના ભાગે ડાબી બાજુ ઈજા થયેલ હોય અને ફરીયાદી અબ્દુલરહીમ બહેન હાઝરાબેનને ડાબા પગમાં ઈજા થયેલ અને આરોપી અક્રમ ઉર્ફે જહાંગીર ફરીયાદી અબ્દુલરહીમ ની બહેન નસીમને શરીરે ઢીકાપાટુનો માર મારી પેટમાં લાત મારેલ અને તેવામાં ફરીયાદી અબ્દુલરહીમ તથા સાહેદો રાડારાડી કરતા લતાના માણસો ભેગા થઈ જતા આરોપીઓ અક્રમ ઉર્ફે જહાંગીર, ફિરોજાબેન, યાસ્મીનબેન, જીન્તબેન વાળા નાશી ગયેલ અને તેવામાં પાછળથી આરોપી ફારૂકભાઈ તથા આરીસ આવેલ અને આરોપી ફારૂક એ ફરીયાદી અબ્દુલરહીમ ના ભાઈ તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ખંભાની ડાબા બાજુ એક ઘા મારેલ અને આરોપી આરીસ વાળો એ પથ્થરા ઘા કરવા લાગેલ અને આરોપી અક્રમ ઉર્ફે જહાંગીરએ ફરીયાદી અબ્દુલરહીમને છરી તથા લોખંડના પાઈપ વડે માર મારેલ હોય જેમાં ફરીયાદી અબ્દુલરહીમ ને ટાંકાની ઈજાઓ કરેલ અને ફરીયાદી અબ્દુલ રહીમની બહેનોને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
દારૂના ર૭ ચપલા સાથે ઝડપાયો
જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જયદીપસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-ર-ર૦ર૬ ના બજરંગપુર ગામના પાટીયા પાસે મેડી ગામ તરફ જતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ રમણીકભાઈ ચાંગાણી એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટના દારૂના પ્લાસ્ટીકના શીલબંધ ચપલા નંગ-ર૭, કિંમત રૂ.પ૪૦૦/- નો રાખી ઝડપાઈ ગયેલ છે.
મહિલાને ઝાળ અડી જતા મોત
જામનગર : અહીં દિગ્વીજય પ્લોટ, શંકર ટેકરીમાં રહેતા મયુરભાઈ જગદીશભાઈ સોલંકી, ઉ.વ.ર૪ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૬-ર-ર૦ર૬ ના મરણજનાર સવીતાબેન જગદીશભાઈ સોલંકી, ઉ.વ.૪પ વાળા ગેસના ચુલા પર રસોઈ બનાવતા હતા તે દરમ્યાન પહેરેલ કપડાને જાળ અડી જતા શરીરે મોઢે છાતીના ભાગે દાજી જતા સારવાર દરમ્યાન ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
