News of Monday, 9th February 2026
સાવરકુંડલા તાલુકામાં જળસંચય માટે ર.૮૧ કરોડ મંજુરઃ મહેશ કસવાલા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૯: સાવરકુંડલા તાલુકાના જળસંચય ના મહત્વપૂર્ણ વિકાસકાર્યો માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નો પરિણામે કુલ ઈં ૨.૮૧ કરોડના કામોને મંજુરી મળેલ છે. આ વિકાસકાર્યો થકી તાલુકાની ‘જીવનદોરી' સમાન ડેમો, નદીઓ અને નાળાઓની પાણી સંગ્રહ ક્ષમતા વધશે તેમજ ખેડૂતોને લાંબા ગાળે સીધો લાભ મળશે.
આ મંજુર થયેલ યોજનાઓ અંતર્ગત, ઘોબા ગામે નદી ઊંડી ઉતારવાનું અકામ ૫૬.૦૦ લાખ, વીજપડી ગામોની જામવાળી નદીમાં ચેકડેમનું કામ ૫૯.૦૦ લાખ,તથા કડવાળી નદી ઉપર ચેકડેમનું કામ ૫૮.૦૦ લાખ,નાળ ગામે ચેકડેમ નંબર ૧ નું કામ ૧૮.૬૦ લાખનું કામ ,ચેકડેમ નંબર ૨ નું કામ ૧૪.૮૨ લાખ, તેમજ વણોટ ગામે ઘાણો નદી ઉપર ચેકડેમ નંબર ૧ ૩૯.૩૭ લાખનું કામ તેમજ ચેકડેમ નંબર ૨ નું ૩૫.૫૧ લાખનું કામ કુલ ૨.૮૧ કરોડના કામો હાથ ધરવામાં આવશે. આ કામોથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને ખેતી માટે સ્થિર પાણી ઉપલબ્ધ બનશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘‘સાવરકુંડલા તાલુકાની આ નદીઓ અને ડેમો વિસ્તારની જીવનદોરી છે. આ વિકાસકાર્યો થકી માત્ર પાણી સંગ્રહ જ નહીં પરંતુ પુરથી થતા નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. પરિણામે ખેતી, પશુપાલન અને ગ્રામ્ય જીવનને નવી શક્તિ મળશે.''
વિકાસકાર્યોને મંજુરી આપવા બદલ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય જળસિંચન મંત્રીશ્રી ઈશ્વરસિહજી પટેલનો તાલુકાની જનતા તરફથી આભાર વ્યક્ત કર્યો હતો.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
