News of Monday, 9th February 2026
વિસાવદરમાં કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટની જાગૃતિ અર્થે લોકોએ રૂ.૫૦ લાખ કરતા વધારે દાન આપ્યું
ગામે ગામ ઉત્સાહ, ભક્તિ અને સેવા સાથે શોભાયાત્રા સંપન્નઃ ૭૦ ગામમાં પરિભ્રમણઃ નાની દીકરીઓએ માતાજીના સામૈયા કર્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૯: ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્રને સાર્થક કરતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વ સમાજ માટે રાજકોટ પાસે અમરેલી ગામે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટનું નિર્માણ થઈ રહ્યું છે. જે વિશ્વસ્તરીય આધુનિક સારવાર વ્યાજબી દરે સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને મળી રહે તે હેતુસર આ હોસ્પિટલ બની રહી છે. આ હોસ્પિટલનું નિર્માણ ૪૩ એકર જગ્યામાં પાંચ લાખ ચોરસ વારનું બાંધકામ થઈ રહ્યું છે.
આ ભગીરથ કાર્યમાં દરેક વ્યક્તિ પોતાનું અનુદાન આપી શકે અને એક વિશાળ સામાજિક પ્રોજેક્ટ બને તે માટે જનજાગળતિ તથા નિધિ એકત્ર કરવાના ભાગરૂપે વિસાવદર તાલુકામાં મા ખોડલનો રથ દરેક ગામમાં પરિભ્રમણ કરી રહ્યો છે અને જુનાગઢ જિલ્લા કન્વીનર શ્રી રમેશભાઈ ખેતાણી અને વિસાવદર તાલુકા કન્વીનર શ્રી શ્રી વિશાલભાઈ રીબડીયા ના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ તથા વિસાવદર શહેર અને તાલુકા ખોડલધામ સમિતિ દ્વારા વિસાવદર તાલુકાના દરેક ગામમાં પરિભ્રમણના દરમ્યાન કાગવડ થી પ્રસ્થાન થયેલ રથનું વિસાવદર તાલુકાના ૭૦ ગામમાં પરિભ્રમણ થયું અને દરેક ગામમાં નાની દીકરીઓએ માતાજીના સામૈયા કર્યા , દરેક ગામમાં મહા આરતીનું આયોજન થયું અને બહેનો દ્વારા મહારાષ્ટ્રનું આયોજન થયું અને દરેક ગામમાં ભૂમિદાનનો સંકલ્પ થયો અને લગભગ ૫૦ લાખ રૂપિયાનું એટલે ૨૦૦૦ ચોરસ વારનું ભૂમિદાન વિસાવદર તાલુકામાંથી સેવા રૂપે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નિર્માણ માટે મોકલવામાં આવ્યું અને ગામે ગામ ઉત્સાહ, ભક્તિ અને સેવા સાથે શોભા યાત્રા સંપન થઈ છે
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
