<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

જામનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે મૌલિક ગોધાણીની વરણી

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૯ :  જામનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠનલક્ષી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકે જોડીયાના મૌલિક ગોધાણીની વરણી કરવામાં આવી છે. મૌલિક ગોધાણીની આ નિમણૂકને જામનગર જિલ્લાના યુવા કાર્યકરોએ ઉત્સાહભેર વધાવી લીધી છે. આ તકે ધ્રોલના યુવા અગ્રણી દ્વારા નવનિયુક્ત પ્રમુખ મૌલિક ગોધાણીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંજય ડાંગરે આશા વ્યક્ત કરી હતી કે મૌલિક ગોધાણીના નેતૃત્વમાં જિલ્લામાં યુવા મોરચાના કાર્યો નવી ઊંચાઈઓ સર કરશે અને સંગઠન વધુ મજબૂત બનશે. આ નિમણૂક બદલ સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાંથી મૌલિક ગોધાણી પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(1:29 PM IST)