<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા રેલવે સ્ટેશનનો વ્યાપક પુનઃવિકાસ: 'અમૃત ભારત યોજના' હેઠળ ₹8.92 કરોડના ખર્ચે કાયાકલ્પ :;મુસાફરો માટે આધુનિક, સુરક્ષિત અને સુવિધાજનક સ્ટેશનની દિશામાં મોટું કદમ

"અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખંભાળિયા સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સરળતા અને ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે, આધુનિક પ્રતીક્ષા ખંડોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે : રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૯

 પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. 'અમૃત ભારત સ્ટેશન યોજના' (ABSS) અંતર્ગત ખંભાળિયા સ્ટેશનનું વ્યાપક પુનઃવિકાસ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.

 

 મુસાફરીનો અનુભવ બદલી નાખનારા મુખ્ય ફેરફારો

 

 

સ્ટેશનને સંપૂર્ણપણે 'દિવ્યાંગજન અને વડીલો માટે અનુકૂળ' બનાવવામાં આવ્યું છે. વિસ્તૃત સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે:

વિશાળ સ્ટેશન બિલ્ડિંગ: 47,344 ચોરસ ફૂટમાં ફેલાયેલી ભવ્ય ઇમારત, જેનું આધુનિક પ્લાસ્ટર અને પેઇન્ટિંગ સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે.અત્યાધુનિક કોન્કોર્સ: મુસાફરોની સરળ અવરજવર માટે 5842.5 ચોરસ ફૂટનો વિશાળ અને ખુલ્લો વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે.

             ડીલક્સ એસી અને નોન-એસી પ્રતીક્ષા ખંડ: મુસાફરોના વિશ્રામ માટે 7854.8 ચોરસ ફૂટના વિશાળ પ્રતીક્ષા ખંડો, જે શાંત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.વિશાળ કવર શેડ: પ્લેટફોર્મ 1 થી 3 સુધી કુલ 38,000 ચોરસ ફૂટ વિસ્તારમાં નવો કવર શેડ બનાવવામાં આવ્યો છે, જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપશે.

         સરળ પ્રવેશ અને નિકાસ માર્ગ: ભીડના નિયંત્રણ માટે 20-20 ફૂટ પહોળા પ્રવેશ અને નિકાસ દ્વાર તથા સુરક્ષિત પ્રવેશ માટે 122.5 ચોરસ ફૂટનો આકર્ષક 'પોર્ચ' બનાવવામાં આવ્યો છે.  સ્માર્ટ પાર્કિંગ અને પિક-અપ લેન: વાહનોની વ્યવસ્થિત અવરજવર માટે 1370 ચોરસ ફૂટનો પાર્કિંગ વિસ્તાર અને 20-20 ફૂટ પહોળી 'પિક-અપ/ડ્રોપ-ઓફ' લેન તૈયાર કરવામાં આવી છે. દિવ્યાંગજન-અનુકૂળ સ્ટેશન: સર્વસમાવેશી મુસાફરી સુનિશ્ચિત કરવા માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને 02 સમર્પિત પાર્કિંગ સ્લોટની સુવિધા.પ્લેટફોર્મ વિસ્તૃતીકરણ અને સપાટી સુધારણા: મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 ની લંબાઈમાં 100 ફૂટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

             લિફ્ટની સુવિધા: એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે મુસાફરો, ખાસ કરીને વડીલો માટે લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. ગ્રીન પેચ અને પર્યાવરણ: સ્ટેશનની સુંદરતા વધારવા અને પર્યાવરણના જતન માટે વિશાળ 'ગ્રીન પેચ' (હરિયાળી વિસ્તાર)નું નિર્માણ.   હાઇજીનિક ટોઇલેટ બ્લોક: સ્વચ્છતાને પ્રાથમિકતા આપતા 1162.08 ચોરસ ફૂટમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ટોઇલેટ અને બાથરૂમ બ્લોક.

 હાઈ-માસ્ટ લાઈટિંગ: સમગ્ર સ્ટેશન અને સર્ક્યુલેટિંગ એરિયાને પ્રકાશિત કરવા માટે નવા ઇલેક્ટ્રિક પોલ અને હાઈ-માસ્ટ લાઈટ્સની સ્થાપના.

 

 

બહેતર મુસાફરી અનુભવનો સંકલ્પ

 

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, "અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખંભાળિયા સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સરળતા અને ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષા ખંડોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે."

(4:16 PM IST)