News of Monday, 9th February 2026
પોરબંદરમાં મનપાની હદ વિસ્તારમાં જ ટોલ પ્લાઝા !: વનાના ટોલ પ્લાઝા દૂર કરવા માટે બસપા મેદાને :આંદોલનની ચીમકી
અનેક રજૂઆતો અનેક વખતના વિરોધ છતાં વનાના ટોલ પ્લાઝા દૂર ન થતાં લોકોમાં પણ રોષ ભભૂક્યો

પોરબંદરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જ ટોલ પ્લાઝા છે માત્ર 10 કિલોમીટરના સફર માટે ટોલ ટેક્સ ચૂકવવો પડે. છે. જ્યારથી પોરબંદરનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારે વનાના ગામ પણ પોરબંદરમાં ઉમેરાયું અને ત્યારથી જ વનાના ટોલ પ્લાઝા દૂર કરવા માટેની માગ ઉઠી છે. ત્યારે હવે વનાના ટોલ પ્લાઝા દૂર કરવા માટે બહુજન સમાજવાદી પાર્ટી પણ મેદાને ઉતરી છે.. અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અનેક રજૂઆતો અનેક વખતના વિરોધ છતાં વનાના ટોલ પ્લાઝા દૂર ન થતાં લોકોમાં પણ રોષ ભભૂક્યો છે. ત્યારે સમગ્ર મામલે કમિશનરનું કહેવું છે કે વનાના ટોલ પ્લાઝા દૂર કરવા અંગે હાઈવે ઓથોરિટીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી. તેથી આગામી સમયમાં ટી પી સ્કીમ બનશે ત્યારે વાહન ચાલકો ટોલ પ્લાઝા પર પસાર થયા વિના જ અવર-જવર કરી શકે તે પ્રમાણેના નવા રસ્તા બનાવવામાં આવશે. જેના લીધે વાહન ચાલકોનું આર્થિક ભારણ પણ ઘટશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
