<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સાસણગીર નજીક કાસિયા નેસ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી ચઢેલા 10 સિંહોના જૂથનો સમયસર બચાવ

લોકો પાયલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી: વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરની મદદથી તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા.

ગીરસોમનાથ જિલ્લાના સાસણગીર નજીક કાસિયા નેસ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી ચઢેલા 10 સિંહોના જૂથનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો. કિલોમીટર નંબર 117/03થી 117/01 વચ્ચે વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટે અચાનક ટ્રેક પર સિંહોનું ઝૂંડ જોયું હતું. સ્થિતિની ગંભીરતા સમજતા જ લોકો પાયલટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. ત્યારબાદ ટ્રેન મેનેજરને જાણ કરવામાં આવી અને ટ્રેનમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરની મદદથી તમામ સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ ટ્રેનને સાવધાનીપૂર્વક આગળ ધપાવવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

(1:17 PM IST)