News of Tuesday, 10th February 2026
ધ્રોલની સરકારી હોસ્પિટલમાં વૃદ્ધનું મૃત્યુ : પોલીસ દ્વારા તપાસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૦: ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે તાજેતરમાં સારવાર લઈ રહેલા એક અજાણ્યા વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ-૧૯૪ હેઠળ અકુદરતી મૃત્યુ ની નોંધ (ADR) દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મળતકનું નામ આર મુધાયન મુર્ધન આડીતડ (ઉંમર આશરે ૭૮ વર્ષ) છે અને તેઓ પડધરી, જિ. રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ વળદ્ધ છેલ્લા કેટલાક સમયથી રખડતું-ભટકતું જીવન જીવતા હતા અને ધ્રોલ બસ સ્ટેન્ડ પાસે રહેતા હતા. ધ્રોલની મોચી બજાર વિસ્તારમાં રહેતા તેજશભાઈ મુકુંદભાઈ ફીચડીયાએ પોલીસને જાણ કરી હતી કે, વળદ્ધની તબિયત સારી ન હોવાથી તેમણે બે દિવસ પહેલાં તેમને ધ્રોલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા હતા.
ગઈ તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ સારવાર દરમિયાન વળદ્ધનું મળત્યુ થયું હોવાનું ફરજ પરના ડોક્ટરે જાહેર કર્યું હતું. પોલીસે આ અંગેની નોંધ તા. ૧૬/૧૦/૨૦૨૫ ના રોજ દાખલ કરી છે. મળત્યુના ચોક્કસ કારણની જાણકારી મેળવવા માટે પોલીસે મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મરણ જનારની ડેડ બોડી હાલમાં જામનગર જીજી હોસ્પિટલમાં છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
