<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સાવરકુંડલા સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સત્‍સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્‍સવ

રક્‍તદાન મહાશિબિર, પુસ્‍તક વિમોચન તથા પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું ‘‘અદ્વિતીય ભવ્‍ય આયોજન''

(દિપક પાંધી, ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૦ : પૂ. સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજે પોતાના જીવનકાળમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતમાં શિવ ઉપાસનાની અનેરી જ્‍યોત જગાવી હતી. પૂજયશ્રીની સંન્‍યાસ પરંપરાનાં સુવાહક કળપાપાત્ર સદ્‌શિષ્‍ય પૂજ્‍યપાદ સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજની નિશ્રામાં સાવરકુંડલા મુકામે સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સત્‍સંગ આશ્રમ, પ્રાગજીભાઈ કથિરિયાની વાડીમાં, કલ્‍યાણ સોસાયટી પાછળ, નવા બસ સ્‍ટેન્‍ડ પાછળ, મુ. સાવરકુંડલા, જિ. અમરેલી ખાતે તા.૧૫ ને રવિવારે મહાશિવરાત્રિ મહોત્‍સવનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ મહોત્‍સવનાં અનુસંધાને પૂજ્‍યપાદ સ્‍વામીજી દ્વારા દર્દીનારાયણની તદ્દન નિઃશુલ્‍ક આરોગ્‍યસેવા કરવા માટે ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે પ્રસ્‍થાપિત સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી  માનવસેવાનાં હોસ્‍પિટલના દર્દીઓનાં લાભાર્થે રક્‍તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ આ પ્રસંગે પૂ. સ્‍વામી શ્રી ભોલાનંદજીનાં વરદહસ્‍તે લિખિત સદવિચારોની સુગંધથી ભરેલ નૂતન પુસ્‍તક ‘સદવિચાર દિવાકર' તથા પૂ. ગુરુદેવ સ્‍વામી શ્રી નિર્દોષાનંદજીનાં હસ્‍તે લખાયેલ અને ઘણાં બધા વર્ષોથી અપ્રાપ્‍ય હતો એવો પૂજનીય દાદા ગુરુદેવ સ્‍વામી શ્રી જગદીશ્વરાનંદજીનાં સંપૂર્ણ જીવન ચરિત્રનો દુર્લભ ગ્રંથ ‘જીવન સુધા' ની સંશોધિત-સચિત્ર આવળત્તિનું ભવ્‍ય વિમોચન પણ કરવામાં આવશે. રાત્રિ દરમિયાન ચાર પ્રહરનાં સામૂહિક પાર્થિવ શિવલિંગ મહાપૂજનનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

તા. ૧૫  ને રવિવારે આ પર્વની પાવન પ્રભાતમાં ૮ કલાકે શિવસ્‍તોત્રપાઠથી ધર્મસભાનો તથા દીપ-પ્રાગટયથી રક્‍તદાન મહાશિબિરનો શુભારંભ થશે. ૯ કલાકે પૂજ્‍ય સ્‍વામીજી અને મહાનુભાવો દ્વારા શિવલિંગ તથા પ્રતિમાની ષોડશોપચાર પૂજાવિધિ અને મહાઆરતી બાદ પૂજ્‍યપાદ સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ શિવભક્‍તિ-જ્ઞાન-વૈરાગ્‍યમય અમળતવાણીથી ઉપસ્‍થિત શ્રોતાજનોને લાભાન્‍વિત કરશે. ૧૧:૩૦ કલાકે ગ્રંથોનાં વિમોચન થયા બાદ મહાનુભાવોનાં સન્‍માન અને  પ્રાસંગિક વક્‍તવ્‍યો થશે. બપોરે ૧૨:૩૦ કલાકે ઉપસ્‍થિત તમામ ધર્મપ્રેમી જનતાને મહાશિવરાત્રિનો સમૂહ ફળાહાર-મહાપ્રસાદ કરાવવામાં આવશે. સાંજે ૫:૦૦ કલાકે સ્‍વામીજી શિવમાનસપૂજા અને શિવરાત્રિવ્રતનાં મહિમા વિશે પ્રવચન આપશે. ત્‍યારબાદ રાત્રિના ૮ કલાકે આ પર્વની સર્વશ્રેષ્‍ઠ શિવ-આરાધના એવી ચાર પ્રહરની સામૂહિક પાર્થિવ શિવલિંગ મહાપૂજા શરૂ થશે, જેમાં પૂ. સ્‍વામી શ્રી ભોલાનંદ સરસ્‍વતીજી મહારાજ શિવભક્‍તિભાવમાં ઓતપ્રોત થઈને ઉપસ્‍થિત સર્વે શિવભક્‍તોને પૂર્ણ તન્‍મયતા સાથે વેદોક્‍તવિધિથી સંપૂર્ણ મહાપૂજા કરાવશે, જે સોમવારે સવારે ૬ કલાકે પૂર્ણ થશે. પૂજા પૂર્ણ થયા બાદ ઉપસ્‍થિત તમામ શિવભક્‍તોને વ્રતનાં પારણારૂપે ભોજન-પ્રસાદ કરાવવામાં આવશે. તમામ પ્રકારનો પૂજાપો પણ આશ્રમમાંથી આપવામાં આવશે. શકય એટલા બિલ્‍વપત્રો પોતાની સાથે લાવવાનાં રહેશે.

 આ પ્રસંગે થતા લાઈવ-પ્રસારણનાં માધ્‍યમથી બહેનો-દીકરીઓ-માતાઓ માટે અલગથી ચાર પ્રહરનાં સામૂહિક પાર્થિવ શિવલિંગ મહાપૂજનનું  ખૂબ જ સુંદર આયોજન સાવરકુંડલામાં પટેલ વાડી, શિવાજી નગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં કોઈ પણ ભેદભાવ વગર દરેક જ્ઞાતિ-જાતિનાં ફક્‍ત બહેનો-માતાઓ જ પધારીને આ તદ્દન નિઃશુલ્‍ક મહાપૂજાનો લાભ લઈ શકે છે. પૂજનનો પૂજાપો પણ અહીંથી આપવામાં આવશે.

સમગ્ર મહોત્‍સવનું તથા રાત્રિની ચાર પ્રહરની મહાપૂજાનું જીવંત  પ્રસારણ આશ્રમની યુ-ટયુબ ચેનલ ‘ગુરુ સાન્નિધ્‍ય' (Guru Sannidhya) પર પ્રસારિત કરવામાં આવશે. આ સમગ્ર મહોત્‍સવની ધર્મસભાનો, ભોજન-પ્રસાદનો તથા રાત્રિની પાર્થિવલિંગપૂજાનો લાભ લેવા માટે પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે છે અને રક્‍તદાન કેમ્‍પમાં યુવા-સશક્‍ત ભાઈઓ-બહેનોને રક્‍તદાન કરવા માટે પધારવા સહૃદય આહવાન કરવામાં આવે છે. રક્‍તદાતાઓને આકર્ષક પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવશે. તેમ આયોજક સ્‍વામી શ્રી નિર્દોષાનંદજી સત્‍સંગ મંડળ સાવરકુંડલા ગામ સમસ્‍ત દ્વારા જણાવાયું છે.

વધુ માહિતી માટે (મો.૯૯૦૯૨ ૪૧૨૪૨) (મો.૯૪૨૮૩ ૪૦૦૯૬) (મો.૯૪૨૭૪ ૧૨૭૪૮) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે

(11:59 AM IST)