<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જામનગરમાંથી ઝડપાયેલા 83 લાખના ડ્રગ્સ કેસમાં એક આરોપી ફરાર થતા ઘેરા પ્રત્યાઘાત: મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મી સસ્પેન્ડ

જામનગર જિલ્લા પોલીસ વડાએ કરી કડક કાર્યવાહી:હેડ કોસ્ટેબલ ભરતસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ગૌતમ ચાવડાને સસ્પેન્ડ કરાયા

જામનગરમાંથી  ઝડપાયેલા 83 લાખના ડ્રગ્સ કેસમાં એક આરોપી ફરાર થઈ જવાના પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીને એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે.

    ગત શનિવારના રોજ જામનગર-ખંભાળિયા હાઇવે પરની 666 હોટેલના એક રૂમમાંથી SOG પોલીસે પકડ્યા હતા ચાર શખ્સોને. મોટી ખાવડી નજીકની હોટેલમાંથી 418 ગ્રામ હેરોઇન સાથે પંજાબના ચાર શખ્સો ઝડપાયા હતા. ચાર પૈકી એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો હતો,. જામનગર જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. હેડ કોસ્ટેબલ ભરતસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ગૌતમ ચાવડાને સસ્પેન્ડ કરાયા છે .

 

(9:31 PM IST)