<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

જામકંડોરાણા પાસે ટ્રાવેલ્‍સ બસમાં ૭ લાખના દાગીના ચોરનાર બે મહિલા સહિત ચાર પકડાયા

રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધેલ ચોટીલાની ટોળકીએ અગાઉ પણ બસમાંથી રોકડ સાથેના થેલાની ઉઠાંતરી કરી'તીઃ ૭ લાખના દાગીના સહિતનો મુદામાલ કબ્‍જે

તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ :.. જામકંડોરણા પાસે ટ્રાવેલ્‍સની બસમાંથી ૭ લાખના દાગીના સાથેની બેગ ઉઠાંતરી કરનાર બે મહિલા સહિતની ટોળકીને રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડી ચોરાઉ તમામ મુદામાલ કબ્‍જે કરેલ છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  વિજય સિંહ ગુર્જરએ વણશોધાયેલ ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વથે એલ.સી.બી.શાખા રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેટકર શ્રી વી.વી.ઓડેદરા તથા  એચ.સી.ગોહિલ,  આર.વી.ભીમાણી તથા  કે.એમ.ચાવડા પો.સબ.ઇન્‍સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍ય માર્ગદર્શન હેઠળ  સ્‍ટાફે  હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ દ્વારા તપાસ કરી  જામકંડોરણા પો.સ્‍ટે. વિસ્‍તારના રંગપરના પાટીયા પાસેથી   સુરતથી જામકંડોરણા ચાલતી ધરતી ટ્રાવેલ્‍સમાં થયેલ. ૭ લાખના સોના ચાંદીના ચોરીના ગુન્‍હાનો ભેદ ઉકેલી ચોરી કરનાર  રણજીત  સ/ઓ પ્રતાપભાઇ  ઓગાણીયા, રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્‍પ્‍લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઈ ધાધલના મકાનમાં ભાડેથી ,  કીરીટ સ/ઓ જેન્‍તીભાઇ રામજીભાઇ બુટીયા, રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્‍પ્‍લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઈ ધાધલના મકાનમાં ભાડે થી ,હંસાબેન વા/ઓ દીલીપભાઇ ઉર્ફે રાકેશ વલ્લભભાઈ વાઘેલા, રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્‍પ્‍લેક્ષ એસ.બી.આઇ. બેંક ની ઉપર જગુભાઈ ધાધલના મકાનમાં ભાડેથી ,ભારતીબેન ઉર્ફે ગુડી વઈઓ કીરીટભાઈ જેન્‍તીભાઇ બુટીયા, રહે. ચોટીલા થાન રોડ પાર્ક કોમ્‍પ્‍લેક્ષ એસ.બી.આઇ. બેંકની ઉપર જગુભાઇ ધાધલના મકાનમાં ભાડે થી તા.ચોટીલાને   ૬૦ ગ્રામ સોનાનો ઢાળીયો કિ. રૂ.૭,૦૦,૦૦૦/-,  રોકડા રૂપીયા ૮,૩૦૦ /-, ઓપો કંપનીનો એન્‍ડ્રોઇડ મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- સાથે ઝડપી લીધા હતાં.

 પકડાયેલ ઉકત ટોળકીએ  આજથી આશરે એક મહીના પહેલા મોરબી થી સુરત જતી વર્ણીરાજ નામની ટ્રાવેલ્‍સમાં ઉપરોક્‍ત ચારેથ બેસી તારાપુર ચોકડીથી વટામણ ચોકડી વચ્‍ચે એક પેસેન્‍જર ના થેલા માંથી રોકડ રૂપીયા ૩૦,૦૦૦/- ની ચોરી  કર્યાની કબુલાત આપી હતી.

આ કામગીરી રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ના  એ.એસ.આઇ. બાલકળષ્‍ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ચાવડા, અનિલભાઈ બળકોદીયા,  પો.હેડ કોન્‍સ, અરવિંદસિંહ જાડેજા, મનીષભાઇ વરૂ,  રમણીકભાઇ મણવર,અર્જુનભાઇ ડવેરા, મનદીપસિંહ જાડેજા, પો.કોન્‍સ. શક્‍તિસિંહ જાડેજા તથા નીંકુંજભાઇ સુતરીયા, ઇશીતભાઇ માણાવદરીયા, શક્‍તિસિંહ ઝાલા, ભરતભાઇ ગમારા, પો.કોન્‍સ. ભાવેશભાઈ મકવાણા તથા ડ્રા.પો.કોન્‍સ અબ્‍દુલભાઈ શેખ, ટેકિનકલ ટીમે કરી હતી

 

(11:48 AM IST)