News of Wednesday, 11th February 2026
સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો
વહેલી સવારે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય ઝાકળવર્ષા

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત છે. અને વહેલી સવારે ભેજનું પ્રમાણ વધતા સામાન્ય ઝાકળવર્ષાનો અનુભવ થયો હતો.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિતના વિસ્તારોમાં આજે સવારે પવનની ઝડપ વધવાની સાથે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું.
ગઈકાલે ગિરનાર પર્વત પર ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પારો ૩ ડિગ્રી ઊંચકાઈને ૧૦.૬ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો પરંતુ પવનને લઈને યાત્રીકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગિરનારની સાથે સાથે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી વધીને ૧૫.૬ ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૭૫ ટકા થયું હતું. જ્યારે પવનની ઝડપ વધીને ૫.૬ કિલોમીટરની થઈ ગઈ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો
લઘુત્તમ તાપમાન - 16.5°c,
મહત્તમ તાપમાન - 30.5°c
ભેજનું પ્રમાણ - 82%
પવનની ગતિ - ૫ કિ.મી. રહી છે
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
