<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ઢોલીએ થેલીમાંથી પૈસા લેવાની ના પાડતા હડધૂત કર્યો

ગાડીનો કાચ તૂટી જતા ધ્રોલ હાઇવે ઉપર મારામારી સર્જાઇ : જામનગરમાં માલ ખરીદી ૨૬ લાખ નહિ આપતા ખેડૂતોની વેપારી સામે ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: પંચ બી પોલીસ સ્‍ટેશનમાં વિરમભાઈ ભોજાભાઈ માલાભાઈ પિંગળ, ઉ.વ.૬૦, રે. ચંગા ગામ, ઈન્‍દીરા આવાસ પ્‍લોટ વિસ્‍તાર, ખોડીયાર પ્રોવીઝન સ્‍ટોરની પાછળ, એ ફરીયાદ નોંધાવી છે કે, વિરમભાઈ તેમના ગામમાં લગ્ન પ્રસંગે ઢોલ વગાડતા હતા ત્‍યારે આરોપી પ્રવિણસિંહ ભીખુભા પીંગળ  પૈસાની થેલી માંથી પૈસા લેવા જતા  પૈસા ન લેવા દેતા આરોપી પ્રવિણંિસંહ એ હડધુત કરેલ અને ઢીકાપાટુનો માર મારેલ ત્‍યારબાદ આરોપી પ્રવિણસિંહએ ફરીયાદી વિરમભાઈના ભાઈ ભીખાભાઈને ફોનમાં ફોન કરી ફરી વખત અપમાનીત કરી ગાળો કાઢેલ અને ત્‍યારબાદ ફરીયાદી વિરમભાઈ ના ગામના ભરતસિંહ કેશુભા પિંગળ તથા અજીતસિંહ મધાજી પિંગળ બંન્‍ને જણા ફરીયાદી વિરમભાઈના ઘરે જઈ ગાળો બોલેલ અને ફરીયાદી વિરમભાઈના ઘરના મહિલા સભ્‍યોને આ બનેલ બનાવ બાબતે પોલીસ ફરીયાદ ન કરવા અને પોલીસ ફરીયાદ કરશો તો જોઈ લેશું અને માર મારવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ભુપેન્‍દ્રસિંહ કનકસિંહ જાડેજા, ઉ.વ.રર, રે. ખાખરા ગામ, તા.ધ્રોલવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રાજકોટ-જામનગર હાઈવે રોડ, પારસ પેટ્રોલ પંપ પાસે ફરીયાદી ભુપેન્‍દ્રસિંહ વેગેનાર ગાડી જી.જે.૪-સીજે૬૯૮પ લઈ જતા હોય ત્‍યારે આરોપી સેફુભાઈ બલેનો ગાડી જી.જે.૧૦-ઈસી-પપપ૪ વાળી ઓવર ટેક કરવા જતા ફરીયાદી ભુપેન્‍દ્રસિંહ ની ગાડીના સાઈડ ગ્‍લાસને અડી જતા ખાલી સાઈડનો કાચ તુટી જતા આ બાબતે ફરીયાદી ભુપેનદ્રસિંહ એ આરોપી સેફુભાઈને સમજાવતા આ વખતે આરોપી સેફુભાઈની બલેનો ગાડીમા બેસેલ આરોપી શરીફભાઈ તથા અલફેજ એ સાથે મળી ફરીયાદી ભુપેન્‍દ્રસિંહ સાથે બોલાચાલી કરી તારાથી જે થાય તે કરી લેજે તેમ કહી જતા રહેલ અને ત્‍યારબાદ ફરીયાદી ભુપેન્‍દ્રસિંહ પારસ પેટ્રોલ પંપે ઉભા રહેલ હોય ત્‍યાં પ્રથમ આરોપીઓ આવી આ બાબતનું મનદુઃખ રાખી ફરીયાદી ભુપેનદ્રસિંહને ગાળો બોલી બોલાચાલી કરતા ત્‍યાં થોડીવારમાં આરોપી અરબાજભાઈ, તોફીકભાઈ  થાર ગાડીમાં ત્‍યાં આવી ફરીયાદી ભુપેન્‍દ્રસિંહને કહેલ કે તારાથી થાય તે કરી લેજે અને તારે કાંઈ વાવડો હોય અમો કાઢી નાખી ફરીયાદી ભુપેન્‍દ્રસિંહ  સાથે બોલાચાલી કરી ગાળો આપતા ત્‍યાં થોડીવારમાં આરોપી સાહીલભાઈ તથા જાહીદ મોટરસાયકલ લઈ આવી ફરીયાદી ભુપેન્‍દ્રસિંહને તારે માર ખાધા વગર ઘરે જવુ નથી લાગતુ તેમ કહી ગાળો બોલી બોલચાલી કરતા આરોપી સેફુભાઈ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી ભુપેન્‍દ્રસિંહના ગાલમા ઝાપટો તથા ઢીકાપાટુનો માર મારી આ વખતે આરોપી સાહીલભાઈએ પોતાના પેન્‍ટના પટ્ટા વડે માર મારતા મુંઢ ઈજા થતા  તેમજ આરોપીઓ જતા હોય ત્‍યારે આરોપી સેફુભાઈએ ફરીયાદી ભુપેન્‍દ્રસિંહને કહેલ કે ફરી વખત સામે આવીશ તો તને જીવવા જેવો રહેવા દેશુ નહી અને તારા ટાટીયા ભાગી નાખીશ તેમ ધમકી આપી આરોપીઓએ ગુનો કરેલ છે.

 અહીં પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ભુપતભાઈ પોલાભાઈ ભંડેરી, ઉ.વ.૬પ, રે. બજરંગપુર ગામ, તા.જિ.જામનગર.વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, દિલીપભાઈ નારદભાઈ સાવલીયા એ ફરીયાદી ભુપતભાઈ તથા અન્‍ય સાહેદ ખેડુતોને ખેતપેદાશ નો માલની ખરીદી કરી જે માલ લઈ જઈ માલના પૈસા આપવાનું વિશ્‍વાસમાં લઈ માલના પૈસા પરત નહી આપી ખેતપેદાશ જેમા મગફળી કુલ ૧૭૯ર મણ જેની કિંમત રૂ.રર,૪પ,પ૦ર તથા તલ ૧૩૬ મણ જેની કિંમત રૂ.૮૮,૮૬૦/- એમ મળી કુલ કિંમત રૂ.ર૬,૩૪,૩૬ર ની ફરીયાદી ભુપતભાઈ તેમજ અન્‍ય ખેડુતો સાહેદો સાથે છેતરપીડી ઠગાઈ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

ક્રેટા કાર ચોરી થયાની રાવ

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સાગરભાઈ રમેશભાઈ દુધાગરા, ઉ.વ.ર૬, રે. આશીર્વાદ એવન્‍યુ-ર, મયુરબાગ પાસે, શેરી નં.૪, રણજીતસાગર રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના ઘરની બહાર હુન્‍ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર જેના રજી.નં. જી.જે.૧૦-ડીએન-૮૮૮૩ ની જેની કિંમત રૂ.૭,૦૦,૦૦૦/- ની કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  દરબારગઢ સર્કલ, બસ સ્‍ટેન્‍ડ પાસે, આરોપી સંજયભાઈ જયસુખભાઈ વારા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રૂ.ર૪૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:32 PM IST)