News of Thursday, 12th February 2026
તાલાલામાં શિક્ષકનો અભદ્ર વીડિયો બનાવી ખંડણી માગી
ઠંડાપીણામાં નસીલી વસ્તુ મિક્સ કરીને શિક્ષકને બેહોશ કરી તેમનો નગ્ન વીડિયો બનાવવામાં આવ્યો

ગીર સોમનાથના તાલાલામાં એક શિક્ષકનો અભદ્ર વીડિયો બનાવીને ખંડણી માંગવાનો બનાવ સામે આવ્યો છે. ઠંડાપીણામાં નસીલી વસ્તુ મિક્સ કરીને શિક્ષકને બેહોશ કરી તેમનો નગ્ન વીડિયો બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સાત લાખ રૂપિયા માંગ્યા હતાં. શિક્ષકના મિત્રએ જ વિશ્વાસનો દુરૂપયોગ કરીને આ આખું કાવતરૂ રચ્યું હતું. શિક્ષકે તલાલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
