News of Thursday, 12th February 2026
જોડીયા-ધ્રોલ પંથકને મળ્યું જિલ્લા સંગઠનમાં પ્રથમ વખત મહામંત્રી પદ
જામનગર ભાજપે ભરતભાઈ દલસાણીયાને જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી ૩ દાયકાની તપસ્યાનું ફળઃ ૧૯૯૫માં બૂથ સંભાળનાર લખતરના ભરતભાઈ દલસાણીયા હવે જામનગર જિલ્લા ભાજપના સારથિ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧ર :.. જામનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા સંગઠનને વધુ વેગવંતુ બનાવવાના હેતુથી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જોડિયા તાલુકાના લખતર ગામના વતની અને હાલ ધ્રોલ ખાતે સ્થાયી થયેલા પીઢ અને કર્મઠ કાર્યકર ભરતભાઈ દલસાણીયાની શ્નજિલ્લા ભાજપ મહામંત્રીઙ્ખ તરીકે વરણી કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે તેમની મહેનતની કદર થઈ હોવાનું જોવા મળી રહ્યું છે.
ભરતભાઈ દલસાણીયાની રાજકીય સફર કોઈપણ સામાન્ય કાર્યકર માટે પ્રેરણારૂપ છે. તેઓએ વર્ષ ૧૯૯૫માં પક્ષમાં એક સામાન્ય બૂથ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારીને પોતાના જાહેર જીવનના શ્રીગણેશ કર્યા હતા. સતત ત્રણ દાયકા સુધી પક્ષની વિચારધારાને વરેલા રહીને તેમણે સંગઠન માટે કામ કર્યું છે. તેમની આ નિષ્ઠાને ધ્યાને રાખી પક્ષે તેમને ૨૦૧૯માં જોડિયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની મહત્વની જવાબદારી સોંપી હતી.
ભરતભાઈની કાર્યશૈલીમાં ખાસ વાત એ રહી છે કે તેમણે માત્ર પોતાના હોમ ટાઉન પૂરતું જ નહીં, પરંતુ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પક્ષ દ્વારા સોંપવામાં આવેલી ઈન્ચાર્જ તરીકેની જવાબદારીઓ પણ ઉત્સાહપૂર્વક નિભાવી છે. ખાસ કરીને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી વખતે તેમની વ્યૂહરચના અને માર્ગદર્શન હેઠળ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો
જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની નવી જવાબદારી મળતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, પક્ષે મારા જેવા સામાન્ય કાર્યકર પર જે વિશ્વાસ મૂકયો છે, તે બદલ હું શીર્ષ નેતળત્વનો આભારી છું અને આવનારા દિવસોમાં કાર્યકરોને સાથે રાખીને સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરીશ. તેમની આ વરણી બદલ લખતરના જોડિયા અને ધ્રોલ પંથકના ગ્રામજનો તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે તેમના મોબાઇલ નંબર ૯૮૭૯૨ ૯૨૩૦૩ પર ઠેર-ઠેરથી તેમને અભિનંદન મળી રહ્યા છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
