તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
સુરેન્દ્રનગરમાં દોઢ લાખનો દારૂ ઝડપાયો

વઢવાણ તા.૧૨: સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપર બાયપાસ રોડ ખાણ વિસ્તારમાં આવેલી રજવાડી હોટલના પાછળના ભાગે આવેલા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અને રાકેશ રાજુભાઈ જાદવના મકાનમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન નાની મોટી ઇંગ્લિશ દારૂની ૩૧૨ જેટલી બોટલો મળી આવી હતી આ ઉપરાંત બિયર નંગ ૪૬ મળી આવ્યા હતા અને આ સંદર્ભે દરોડા પાડી અને કુલ ૧,૫૫,૩૨૦ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી ફરાર બની ગયો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
