News of Thursday, 12th February 2026
સોનગઢ ગામે પતિ- પત્નીની સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી (ઉ.૫૫) અને ગીતાબેન ડાભી (ઉ.૫૩)એ પોતાના ઘરની છતની હુક સાથે દોરડું બાંધી એક દોરડામાં બન્નેએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ બન્નેના મૃતદેહને પીએમ માટે સિહોર ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે તપાસ કરતા મૃતક દંપતિને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોય અને દિકરો આર્મીમાં નોકરી કરતો હતો. દિકરો વર્ષ દરમિયાન ત્રણ મહિના જેટલા સમય જ રજામાં ઘરે આવતો હોય અને તેને માતા-પિતાએ રજામાં રોકાઈ જવાનું કહેતા હોય અને આજે તેમના દિકરા કિશોરભાઈ કામ અર્થે ભાવનગર આવ્યા હતા અને પુત્ર વધુ પિયર ગઈ હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર દંપતિએ આ પગલું ભર્યું હતું. આ અંગે સોનગઢ પોલીસે મૃતક દંપતિના પુત્રના નિવેદનના આધારે અકસ્માતે મોત ની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
