News of Thursday, 12th February 2026
સાવરકુંડલા યાર્ડમાં નવા જીરૂની આવક : મુહૂર્તમાં મણના રૂ.૫૧૮૬ ઉપજયા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૨: સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સિઝનનું નવું જીરું માલકનેસ ગામના ખેડુત બચુભાઈ બાબુભાઇ ડાભીએ મે. વળજલાલ પોપટલાલના કમીશનમાં વેચવા માટે આવેલ.
સિઝનનું નવા જીરુંની આવકના આજ રોજ શ્રીગણેશ થયેલ હોય, જેનું ચેરમેનશ્રી દિપકભાઇ માલાણીના વરદ હસ્તે વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને ખેડુતો તથા વેપારીશ્રીઓનું મો મીઠુ કરાવીને હરરાજીની શુભ શરૂઆત કરવામાં આવી અને ખરીદનાર વેપારીશ્રીઓ તેમજ યાર્ડના સ્ટાફગણ અને ડીરેકટરશ્રીઓની ઉપસ્થિતીમાં ખરીદનાર વેપારીઓમાં મુહુર્તનું જીરું ખરીદવા માટે બોલીઓ બોલવામાં આવતા વેપારી પેઢી તકદીર ટ્રેડર્સ દ્વારા રૂા.૫૧૮૬/ નીચી બોલી બોલીને જીરું ખરીદ કરેલ. જેથી મુહુર્ત ના સારા ભાવ બોલાતા ખેડુતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
