<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા ૭૨ મુજબના વોરંટના આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ

ઓમાન દેશ થી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરવાનો છે જે હકીકતના આધારે પોલીસની ટીમોએ બંદોબસ્ત ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨

આઇ.જી.પી અશોક કુમાર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની સાહેબ નાઓએ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી પ્રતીભા સાહેબ નાઓએ સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવીરસિંહ એન.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ અલગ-અલગ ટીમો બનાવેલ હતી.

        જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૫૨૪૮૬ બી.એન.એસ કલમ ૬૪(૨)(I)(M), ૬૫(૧) તથા પોક્સો કલમ ૪,૬,૧૨ મુજબનો ગુન્હો તા.૨૧/૧૨/૨૦૨૫ના રોજ દાખલ થયેલ. જે કામેનો આરોપી નાસ્તો ફરતો હોય અને નામદાર કોર્ટ માથી બી.એન.એસ.એસ. કલમ-૭૨ નુ વોરંટ કઢાવેલ હોય જે અનુસંધાને આજરોજ જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાના સુચના મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસોને હકીકત મળેલ કે, આ કામેનો નાસતો ફરતો આરોપી- મહમદસર્જીલ રહીમભાઇ ભાયા જાતે વાઘેર રહે.માધાપર ભુંગા બેડી જામનગર વાળો ઓમાન દેશ થી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરવાનો છે. જે હકીકતના આધારે એ.એસ.આઇ નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા પો.કોન્સ. વિનયભાઇ અનીલભાઈ ઝાલા નાઓને અમદાવાદ એરપોર્ટ ખાતે તાત્કાલીક મોકલેલ અને અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશન સાથે સંકલન રાખી મજકુર આરોપી મળી આવેલ હોય અને અને મજકુર આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી જામનગર પરત લાવી જામનગર સીટી એ ડીવી. પો.સ્ટેના ગુ.ર.ન ૧૧૨૦૨૦૦૮૨૫૨૪૮૬/૨૦૨૫ બી.એન.એસ કલમ ૬૪(૨)(પા.૬૫(૧) તથા પોક્સો કલમ ૪.૬,૧૨ મુજબના ગુન્હાના કામેનો નાસ્તો ફરતો આરોપી ૭૨ વોરંટ વાળો આરોપીને પકડી પાડી આજરોજ તા.૧૨/૦૨/૨૦૨૬ ના ક.૦૪/૦૦ વાગ્યે ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. એન.એ.ચાવડા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ કે.ઝાલા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ એ. જાડેજા તથા પો.હેડ કોન્સ. સંદિપભાઇ આર. જરૂ તથા પો.કોન્સ. વિનયકુમાર એ. ઝાલા દ્રારા કરવામા આવેલ છે.

(4:13 PM IST)