News of Thursday, 12th February 2026
ભાવનગરમાં યોજાયેલા અનોખા લગ્નોત્સવમાં મહેમાનોને સ્મૃતિચિન્હરૂપે "બિલ્વપત્ર" નું વૃક્ષ અર્પણ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ભાવનગર નિવાસી હાલ સુરત નિવાસી પત્રકાર બકુલેશ બળવંતરાય પંડ્યાની વહાલી દીકરી ચિ.ડો. માધવી (MBBS) ના શુભ લગ્નોત્સવ મહુવા શ્રીમતી હીનાબેન તથા રાજેશભાઈ લક્ષ્મીશંકર જાનીના સુપુત્ર ચિ. ડો. દેવાંગકુમાર (MS, અમદાવાદ) સાથે તા.૭—૨—૨૦૨૬ શનિવારના રોજ શિવશક્તિ હોલ ક્રેસન્ટ સર્કલ ભાવનગર ખાતે ધામધૂમથી ઉજવાયા હતા.
આ લગ્નની વિશેષતા એ છે કે વૈદિક શાસ્ત્રોગત વિધિથી લગ્નવિધિ થયા હતા.પાઠશાળાના પાંચ ઋષિ કુમારો દ્વારા લગ્નવિધિ સમયે વેદોની ઋચાઓનું પઠણ કરાયું હતું.મંડપ મુરતના સમયે ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.દીકરીને કન્યાદાનમાં ગીતા, રામાયણ, ભગવદગીતા સહિતના ધાર્મિક પુસ્તકો, આપવામાં આવ્યા હતા.
દીકરીના પિતા વરિષ્ઠ પત્રકાર બકુલેશભાઈ પંડ્યા(દિવ્ય ભાસ્કર)ની તીવ્ર ઈરછા હતી કે જાનમાં પધારેલ તમામ મહાનુભાવ - મહેમાનોને સ્મૃતિચિન્હરૂપે "બિલ્વપત્ર" નું વૃક્ષ અર્પણ કરવુ. આ બીલી વૃક્ષ માટેની જવાબદારી ભાવનગર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી અને પૂર્વ ફોરેસ્ટ ઓફીસર એસ. ડી. રાવલે સંભાળીને આ વૃક્ષો વિતરણ માટે તૈયાર કરી આપ્યા. ભાવનગરના સિનિયર પત્રકાર વિપુલભાઈ હિરાણીના સાથ સહકારથી આ ઉજ્જવળ અને અવિસ્મરણીય કાર્ય સંપન્ન થયું હતું.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
