<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ભુજ માંડવી રોડ ઉપર કાર અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં બે યુવાનોના કરૂણ મોત

ભુજના ૨૩ વર્ષીય કિશન વિનોદ વઢિયાર અને ૨૦ વર્ષીય રોહિત જાદવજી વઢિયારના ઘટના સ્‍થળે જ અરેરાટીભર્યા મોત નિપજ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૩ :.. કચ્‍છમાં માર્ગ અકસ્‍માતોનો સિલસિલો અટકવાનું નામ જ લેતો નથી. ભુજ માંડવી હાઇ વે ઉપર કાર અને બાઇક વચ્‍ચે થયેલ ટક્કરમાં બાઇક ઉપર ટ્રિપલ સીટમાં સવાર ત્રણ યુવાનો પૈકી બે ના મોત થયા હતા જ્‍યારે એકને ઇજાઓ થતા હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્‍માતમાં ભુજના ૨૩ વર્ષીય કિશન વિનોદ વઢિયાર અને ૨૦ વર્ષીય રોહિત જાદવજી વઢિયારના ઘટના સ્‍થળે જ અરેરાટીભર્યા મોત નિપજ્‍યા હતા. અકસ્‍માત બાદ સીએનજી ક્રેટા કારમાં આગ લાગતા તે સળગી ગઈ હતી. મોડી રાતે બનેલા આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 AM IST)