<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહજીએ ઉપરાષ્‍ટ્રપતિની મુલાકાત કરી

વિવિધ અશ્વોની માહિતી આપતુ પુસ્‍તક દિલ્‍હી ખાતે સાંસદ દ્વારા અર્પણ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. દિલ્‍હી ખાતે ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્‍યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા એ દેશના માનનીય ઉપરાષ્‍ટ્રપતિ સી. પી. રાધાકળષ્‍ણન સાહેબ સાથે પ્રેરણાદાયી સૌજન્‍ય શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

આ અવસરે કાઠિયાવાડી અશ્વ વિષે વિસ્‍તળત માહિતી આપતી          ‘The Majestic Kathiawadi’  નામની પુસ્‍તક ભેટ સ્‍વરૂપે   અર્પણ કરવામાં આવી.   અશ્વોની શ્રેષ્ઠ નસલ ગણાતા  ‘કાઠિયાવાડી અશ્વ'ની શૌર્યગાથા, તેની અનોખી વિશેષતાઓ, ઐતિહાસિક પરંપરા તથા વૈશ્વિક ઓળખ અંગે  ચર્ચા કરવામાં આવી. સાથે જ અશ્વ સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો તથા ભવિષ્‍યમાં વધુ અસરકારક પગલાં અંગે માર્ગદર્શન પ્રાપ્ત કરવામાં આવ્‍યું.

ઉપરાષ્‍ટ્રપતિશ્રીએ કાઠિયાવાડી અશ્વ જેવા સાંસ્‍કળતિક વારસાની વિશેષતા બિરદાવતા આ વિષયમાં રસ દાખવ્‍યો અને ભારતીય પરંપરાગત અશ્વ જાતિઓના સંવર્ધન માટે સકારાત્‍મક અભિગમ વ્‍યક્‍ત કર્યો.

આ મુલાકાત કાઠીયાવાડી અશ્વના સંરક્ષણ, પ્રચાર-પ્રસાર અને વૈશ્વિક સ્‍તરે પ્રતિષ્‍ઠા વધારવા માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્‍યકત કરવામાં આવી છે.

(10:46 AM IST)