<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સરધારના લોઠડામાં દારૂ પી પત્‍નિ સાથે ઝઘડો કર્યા બાદ નિતેશ ઉર્ફ વિશાલનો ઝેર પી આપઘાત

સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્‍યુઃ મુળ બિહારનો વતનીઃ કંપનીમાં કામ કરતો હતો

 

રાજકોટ તા. ૧૩: સરધારના લોઠડા ગામે રહેતાં યુવાને દારૂ પીધેલી હાલતમાં પત્‍નિ સાથે ઝઘડો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ યુવાને સારવાર દરમિયાન રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ લોઠડામાં રહેતો નિતેશ ઉર્ફ વિશાલ સુરેન્‍દ્રભાઇ રાવ (ઉ.વ.૨૫) આઠેક દિવસ પહેલા ઘરે હતો ત્‍યારે ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. બાદમાં સારુ થઇ જતાં રજા અપાઇ હતી. પણ ગઇકાલે અચાનક ફરી તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવારમાં મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર નિતેશ ઉર્ફ વિશાલ મુળ બિહારનો વતની હતો. તે ત્રણ ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક દિકરી છે. સગાના કહેવા મુજબ નિતેશ સીએનસી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેને પત્‍નિ સાથે દારૂ પીધેલી હાલતમાં ઝઘડો થયા બાદ માઠુ લાગતાં ઝેરી દવા પી લીધી હતી. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. (૧૪.૬)

(2:25 PM IST)