તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Friday, 13th February 2026
ગોંડલમાં પ્લોટ મામલે ગોપાલ માટીયા પર પાઇપથી હુમલો
પોતે ખરીદેલા પ્લોટમાં કબ્જો ધરાવતાં પપ્પુ, લાલાને જગ્યા ખાલી કરવા કહેતાં માથાકુટ

રાજકોટ તા. ૧૩: ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં શેરી નં. ૧માં રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં ગોપાલ કવાભાઇ માટીયા (ઉ.વ.૩૫) નામના યુવાન પર સાંજે તે ગોડલ સિવિલ હોસ્પિટલ પાછળ નદીના પટમાં હતો ત્યારે લાલો, અપ્પુ, રાજ સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપથી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.
ગોપાલ માટીયાએ જણાવ્યું હતું કે તે પશુપાલન કરતો હોઇ ગોંડલ સિવિલ પાછળ નદીના પટમાં આવેલો પ્લોટ તેણે પાંસઠ હજારમાં લીધો હતો. આ પ્લોટમાં અપ્પુ, લાલો સહિતનો કબ્જો હોઇ તેને ખાલી કરવાનું કહેતાં ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
