News of Friday, 13th February 2026
વાતાવરણ સૂકુ રહેશે, આકાશમાં વાદળો છવાશે
તા.૧૬,૧૭ આસપાસ કચ્છ અને રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં હળવા ઝાપટાની સંભાવનાઃ તા.૧૫ થી ૧૮ અમુક દિવસે ઝાકળવર્ષાઃ રમેશ બસીયા

(જયેશ ભટાસણા) ટંકારાઃ આગામી દિવસોમાં ગુજરાતમાં મોટાભાગે સૂકું અને સ્થિર હવામાન રહેશે. લઘુત્તમ તાપમાન ૧૭થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, અમુક સીમિત વિસ્તારોમાં ૧૬ ડિગ્રી સુધી નીચું જઈ શકે છે. મહત્તમ તાપમાન રાજકોટ / મોરબી અને આસપાસના વિસ્તારોમાં ૩૨-૩૩ ડિગ્રી, જ્યારે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગોંડલ અને અમરેલી જેવા વિસ્તારોમાં ૩૪-૩૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે. તાપમાન સામાન્યથી થોડું ઉપર રહેશે. પવનઃ ૧૩ અને ૧૪ તારીખે ઉત્તર દિશાનો પવન ફૂંકાશે, જ્યારે બાકીના દિવસોમાં પヘમિ-ઉત્તર પヘમિ દિશાનો રહેશે. પવનની ઝડપ સામાન્ય રહેશે.
વાદળ અને વરસાદઃ ૧૩થી ૧૫ તારીખ સુધી અમુક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળી આકાશ રહી શકે છે. ૧૬ અને ૧૭ તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઘાટા વાદળ જોવા મળી શકે છે.
માવઠું (હળવો વરસાદ): એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ૧૬ તારીખ આસપાસ પヘમિ હિમાલયને અસર કરશે. તેની અસરથી કચ્છના પાકિસ્તાન બોર્ડર વિસ્તાર અને રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં ૧૬ કે ૧૭ તારીખ આસપાસ છાંટા કે હળવા ઝાપટા પડવાની શક્યતા છે. રાજકોટ સહિત બાકીના સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાની કોઈ ખાસ શક્યતા નથી.
ઝાકળઃ લગભગ તમામ દિવસોમાં સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે. ૧૫થી ૧૮ તારીખ સુધી પવનની દિશા બદલાશે, જેનાથી પヘમિ સૌરાષ્ટ્ર, મોરબી અને રાજકોટ વિસ્તારમાં અમુક દિવસોમાં ઝાકળ વર્ષા જોવા મળી શકે છે. ૧૮ તારીખથીઃ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશઃ ૧૪ તારીખ અને ૧૭ તારીખ આસપાસ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસરથી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ અથવા સામાન્ય હિમવર્ષા (સ્નોફોલ) થવાની શક્યતા છે. આ વિસ્તારોમાં માર્ચના પહેલા અઠવાડિયા સુધી હિમવર્ષા થતી રહે છે. હજુ પણ ૨૦ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન પણ સ્નોફોલની શક્યતા છે.( હવામાન નિષ્ણાત રમેશ બસીયા, નાના ખીજડીયા-ટંકારા) (૩૮.૨૭)
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
