News of Friday, 13th February 2026
સૌથી મોટી શક્તિપીઠ અંબાજી મુખ્ય મંદિરના મહંત શ્રી લક્ષ્મીરામજી મહારાજનુ જામનગરમાં આગમન : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠક
જામનગરમા જાણીતા પત્રકાર અને વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગના પ્રમુખ કિંજલ કારસરીયા અને અગ્રણીઓએ આવકાર્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : જામનગરમાં અંબાજી ખાતેથી મુખ્ય મંદિરના મહંત શ્રી લક્ષ્મી રામજી મહારાજ પધાર્યા છે. છેલ્લા 32 વર્ષથી મુખ્ય મંદિરમાં સેવા પૂજા કરતા લક્ષ્મી રામજી પરિવાર અનેક લોકોની લોકચાહના ધરાવે છે. જામનગરમાં ગુજરાતની ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલી સૌથી મોટી શક્તિપીઠ અંબાજીના લક્ષ્મીરામજી મહારાજ પધારતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ઉપસ્થિત રહી સત્સંગ આશીર્વાદનો લાભ આપશે. આ તકે જામનગરના વિવિધ શ્રેષ્ઠીઓના ત્યાં મહેમાનગતિ પણ માણસે, આજે તેઓ જામનગર પહોચતા જાણીતા પત્રકાર અને વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગના પ્રમુખ કિંજલ કારસરીયાઅને અગ્રણીઓએ આવકાર્યા હતા. જામનગરમાં લક્ષ્મીરામજી મહારાજ બે દિવસનો રોકાણ કરવાના છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
